Last Updated on by Sampurna Samachar
Contents
બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો
બાળકની હાલત સુધારા પર હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા અકોટામાં રાત્રે રખડતા ઢોરના ટોળાએ ૯ વર્ષના બાળક પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી. બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.શહેરમાં રખડતા ઢોરનું જાેખમ ઓછું થવાનું નામ લેતું નથી.

રાત્રે ૧૦ વાગ્યે અકોટા રામપુરા વિસ્તારમાં ગાયોનું ટોળું ધસી આવ્યું હતું. ઘર પાસે રમતા ૯ વર્ષના બાળક પર ગાય ચડી જતા તેને મોંઢા પર ઇજા પહોંચી હતી.
ઢોર રખડતા મૂકનાર પશુ માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો
સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા બાળકની હાલત સુધારા પર છે. દરમિયાન વોડભોઇયા પોલીસ ચોકી ડી પાસે ઢોર રખડતા મૂકનાર પશુ માલિક દેસાઇભાઇ હરિભાઇ રબારી સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.જ્યારે છાણી યાજ્ઞિાક સ્કૂલની સામે જાહેરમાં ઢોર રખડતા મૂકનાર પશુ માલિક ગોપાલ નારણભાઇ રબારી સામે છાણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.