પૂર અને વીજળી પડતા ૮૦૦ ઘર તબાહ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અફઘાનિસ્તાનમાં આકાશી આફત,૧૦ દિવસમાં ૭૭ મોત

કૃષિ જમીન, પાણીના કુવાઓ અને સિંચાઈ નહેરોને પણ ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

યુદ્ધ અને આર્થિક સંકટથી ઘેરાયેલા અફઘાનિસ્તાન પર હવે કુદરતી આફત તૂટી પડી છે. છેલ્લા ૧૦ દિવસથી પડી રહેલા અતિભારે વરસાદ, તોફાન અને ભૂસ્ખલનને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. અફઘાનિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ આફતમાં અત્યાર સુધીમાં ૭૭ લોકોના મોત થયા છે અને ૧૩૭થી વધુ લોકો ઘાયલ થયા છે.

ભારે વરસાદને કારણે આવેલા પૂર અને લેન્ડસ્લાઇડમાં અત્યાર સુધીમાં ૭૯૩ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. જ્યારે ૨,૬૭૩ મકાનોને અંશત: નુકસાન પહોંચ્યું છે. આ આફતથી અંદાજે ૫,૮૦૦ પરિવારો પ્રભાવિત થયા છે. રહેણાંક મકાનો ઉપરાંત કૃષિ જમીન, પાણીના કુવાઓ અને સિંચાઈ નહેરોને પણ ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના

ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાને કારણે અફઘાનિસ્તાનના મહત્વના હાઈવે બંધ થઈ ગયા છે. કાબુલ-જલાલાબાદ હાઈવે: પાકિસ્તાન સરહદને જોડતો આ મુખ્ય રસ્તો બંધ થતા વાહનવ્યવહાર ઠપ થયો છે. હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલો સાલંગ પાસ બંધ થવાથી કાબુલનો ઉત્તરીય શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

મુસાફરોને લાંબા અને મુશ્કેલ ડાયવર્ઝન લેવાની ફરજ પડી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી દિવસોમાં પણ વધુ વરસાદ અને તોફાનની આગાહી કરી છે.

લોકોને નદી કિનારા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં દર વર્ષે ભારે હિમવર્ષા અને વસંતઋતુના પૂર સેંકડો લોકોનો ભોગ લે છે. વર્ષ ૨૦૨૪માં પણ અચાનક આવેલા પૂરમાં ૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.