Last Updated on by Sampurna Samachar
આ વાયરસ ૮ વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે
આ વાયરસના લક્ષ્ણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તેની સાથે સાથ ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. એવામાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ “સેન્ડફ્લાય” વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખી કરડવાથી ૮ બાળકોના મોત થયા છે. હાલ ૩ બાળકો સારવાર હેઠળ અને ૨ PICU માં ક્રિટિકલ સ્થિતિમાં દાખલ છે. એક બાળકની તબિયત સુધારા પર હોય જનરલ વોર્ડમાં ખસેડાયો છે. સારવાર હેઠળના ત્રણ બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલ્યા છે.
પંચમહાલ જિલ્લામાં ભેદી વાઈરસના કારણે ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. શહેરા તાલુકાના ડોકવા ગામે આઠ વર્ષના એક બાળકને આ ભેદી વાઈરસે ભરખી જતાં પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ ૩ બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે
આ વાયરસ ૮ વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે અને સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે મહત્વની વાત તો એ છે કે માખીથી થતો આ રોગ એટલો ખતરનાક છે કે આ વાયરસથી દર્દી કોમામાં જઈ શકે છે કે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ વાઈરસથી ૭૫ ટકા જેટલો મૃત્યુદર છે. મહત્વની વાત એ પણ છે કે આ વાયરસથી થતા રોગ માટે હજુ સુધી કોઈ એન્ટી વાયરસ દવા પણ બની નથી.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.