Last Updated on by Sampurna Samachar
ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધનુ ઘટનાસ્થળે મોત થયુ
નડિયાદમાં સેકન્ડોના ખેલમાં બાઈક ચાલક મોતને ભેટ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉદયપુર નેશનલ હાઇવે પર એક બેકાબુ કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ ઘટના સાબરકાંઠાના હિંમતનગરની છે. જ્યાં ૭૦ વર્ષના વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જ એક ચાલક બેફામ ગતિએ આવેલા વાહન ચાલકે દાદા કંઈ કહે એ પહેલાં જ તેણે એટલી જોરદાર ટક્કર મારી કે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કારની સ્પીડ જોઈને દાદા એક વખત એને રોકાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કાર એટલી ખતરનાક સ્પીડમાં હતી કે પળવારમાં જ જીવ લઈ લીધો હતો.

બીજી તરફ નડિયાદમાં સેકન્ડોના ખેલમાં બાઈક ચાલક મોતને ભેટ્યો હતો. જેમાં નડિયાદના સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ આવતો બાઈક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
અકસ્માતની ઘટના CCTV માં કેદ
ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. કાર પલટવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.