Last Updated on by Sampurna Samachar
લખનઉથી એક દુ:ખદ ઘટના સામે આવી
પિતાના બેંક એકાઉન્ટમાંથી ૧૩ લાખ રૂપિયા ગુમાવી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પહોલા તો પોતાના પિતાના બેંક એકાઉન્ટમાંથી ૧૩ લાખ રૂપિયા ગુમાવી દીધા અને પછી આપઘાત કરી લીધો. આ છોકરાના પિતા પેઈન્ટ કરવાનું કામ કરતા હતા અને તેમણે લગભગ બે વર્ષ પહેલા જ જમીન વેચીને બેંક ખાતામાં ૧૩ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

સોમવારે જ્યારે તેઓ પોતાના બેંક ખાતાની પાસબુક અપડેટ કરાવવા ગયા તો તેમને જાણવા મળ્યું કે, તેમના બેંક ખાતામાં તે ૧૩ લાખ રૂપિયા નથી. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમણે તાત્કાલિક આ અંગે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, આ મોટી રકમ ઓનલાઈન ગેમ ફ્રી ફાયર દ્વારા ખર્ચ કરવામાં આવી છે.
માતા પિતાએ પોતાના બેંક એકાઉન્ટ મામલે સાવચેતી જરૂરી
હવે સવાલ એ આવે છે કે, તમારું બાળક પણ તમારો સ્માર્ટફઓન યુઝ કરે છે, તો શું બાળક અને બેંક અકાઉન્ટ બંને સુરક્ષિત છે. ઘણા ઘરોમાં બાળકો પોતાના માતા-પિતાના સ્માર્ટફોનમાં વીડિયો જોઈ છે અને પછી મોબાઈલ ગેમ વગેરે રમે છે. આવા લોકોએ સાવચેતીના ભાગરૂપે કેટલાક જરૂરી પગલાં ઉઠાવવા જાેઈએ.
આ માટે તમારે તમારા સ્માર્ટફોનની સેટિંગ્સ અને તમારા બેંક ખાતાની ટ્રાન્ઝેક્શન સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવા પડશે. તમે આ બધા કામ ઘર બેઠા સરળતાથી કરી શકો છો. જો માતા-પિતા પોતાના બાળકોને સ્માર્ટફોન આપે છે તો સાવચેતીના ભાગરૂપે, તેમણે પોતાના બેંક ખાતામાં કેટલાક ફેરફારો કરી લેવા જોઈએ. આમાં બેંક ખાતાની લિમિટ અને લિમિટ સેટ કરવાની રહેશે.
મોબાઈલ પર બેંકિંગ એપ્સ અને એપ્સ માટે સ્ટ્રોંગ પાસવર્ડનો યુઝ કરો. આ માટે તમે બાયોમેટ્રિક લોક અપનાવી શકો છો, જેમાં સ્માર્ટફોન તમારા ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા ફેસ સ્કેનિંગ જ અનલોક થશે. આ લોકનો ઉપયોગ બેંકિંગ એપ્સ અને એપ્સ પર કરી શકો છે.
સાવચેતીના ભાગરૂપે બેંક ખાતામાં ડેઈલી લિમિટ ટ્રાન્જેક્શનને સેટ કરી શકાય છે. લિમિટ પણ સેટ કરી શકો છો. જો તમારું બાળક ભૂલથી પૈસા ટ્રાન્સફર કરે તો પણ, ઓછી લિમિટના કારણે ઓછી રકમ ટ્રાન્સફર થશે. આવી સ્થિતિમાં નુકસાન પણ ઓછું થશે.
સ્માર્ટફોન યુઝર્સ મોટાભાગે પોતાના બેંકિંગ પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ કરી રાખે છે. આવી સ્થિતિમાં પાસવર્ડ ઓટોસેવ ડિસેબલ કરવો જોઈએ. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ખરીદી કરવા માટે પાસવર્ડ અને બાયોમેટ્રિક કન્ફર્મેશન ઓન કરી દો. પ્લે સ્ટોર પર પેરેંટલ કંટ્રોલ ફીચર પણ છે, તેનો પણ ઉપયોગ કરી શકાય છે.