Last Updated on by Sampurna Samachar
સરકારે MSP માં વધારો કરવાની જાહેરાત કરી
૪૯ લાખ કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનર્સને થશે ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિવાળી ગિફ્ટ આપી છે. PM અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં કુલ ૧.૨૦ લાખ કરોડ રૂપિયાના મહત્ત્વના ર્નિણયો લેવાયા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી રાહત આપતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ૩ ટકાના વધારાને મંજૂરી આપી છે. આ ર્નિણય ૧ જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. તેનાથી ૪૯ લાખ કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનર્સને સીધો ફાયદો મળશે.

દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મોટા ર્નિણયની જાણકારી આપી છે. ખેડૂતો માટે પણ ખુશખબર આપી છે. સરકારે એમએસપીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દાળ ઉત્પાદનને વધારવા માટે હાઈ ક્વોલિટીવાળા બિયારણ અને વેલ્યૂ ચેન પર કામ કરવાનો ર્નિણય લીધો છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો ર્નિણય લેવાયો છે.
ભારત સરકાર અને બ્રિટનના વેલકમ ટ્રસ્ટ સાથે કામ કરશે
દેશભરમાં ૫૭ નવી કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે. હાલમાં ૧૨૮૮ કેન્દ્રીય વિદ્યાલયમાં ૧૪ લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. નવી સ્કૂલ ખોલવાથી લાખો બાળકોને વાજબી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. આવો કેન્દ્રીય કેબિનેટના ર્નિણય વિશે વિસ્તારથી જાણીએ.
કેબિનેટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ૩ ટકાનો વધારો કર્યો છે. આ વધારો ૧ જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે અને ૫૫ ટકાથી વધીને ૫૮ ટકા થઈ જશે. આ ર્નિણયનો ફાયદો ૪૯.૧૯ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૮.૭૨ લાખ પેન્શનર્સને થશે. સરકાર પર વાર્ષિક લગભગ ૧૦,૦૮૩ કરોડ રૂપિયાનો બોજ આવશે.
કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેયર્સે આસામાં કાલીબોર-નુમાલિગઢ સેક્શનને ૪ લેન કરવાની મંજૂરી આપી છે. ૮૫.૬૭ કિમી લાંબા આ પ્રોજેક્ટમાં ૩૪.૫ કિમીનો એલિવેટેડ કોરિડોર બનશે, જેથી કાઝીરંગા નેશનલ પાર્કમાંથી વન્યજીવ સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકે. આ ઉપરાંત ૨૧ કિમી બાઈપાસ અને ૩૦ કિમી રોડ અપગ્રેડેશન પણ થશે. પ્રોજેક્ટથી પર્યટન, ઉદ્યોગ અને ક્ષેત્રિય અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને લગભગ ૩૫ લાખ માનવ દિવસ રોજગાર ઉત્પન્ન થશે.
દેશભરમાં ૫૭ નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે. તેના પર ૯ વર્ષોમાં લગભગ ૫૮૬૨ કરોડ રુપિયા ખર્ચ થશે. નવી કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલી વાર બાલવાટિકાઓ પણ સામેલ થશે. આ વિદ્યાલયથી ૮૬,૬૪૦ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ લાભ અને ૪૬૧૭ સ્થાયી રોજગારનો અવસર મળશે. હાલ દેશમાં ૧૨૮૮ કેન્દ્રીય વિદ્યાલય છે, જેમાં ૧૩.૬૩ લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
ખેડૂતોનો મોટી ગિફ્ટ, એમએસપીમાં વધારો: સરકારે ૨૦૨૬-૨૭ સીઝન માટે તમામ જરુરી રવિ પાકની એમએસપી વધારી દીધી છે. સૌથી વધારે સનફ્લાવરમાં ૬૦૦ રુપિયા/ક્વિન્ટલ, મસૂર- ૩૦૦ રુપિયા/ક્વિન્ટલ, સરસવ-૨૫૦ રુપિયા/ક્વિન્ટલ, ચણા- ૨૨૫ રુપિયા/ક્વિન્ટલ, જવ-૧૭૦ રુપિયા/ક્વિન્ટલ, ઘઉંસ ૧૬૦ રુપિયા/ક્વિન્ટલ
દાળમાં આર્ત્મનિભરતા મિશન: સરકારે ૧૧,૪૪૦ કરોડ રુપિયાના ખર્ચથી ‘Mission for Aatmanirbharta in Pulses ને મંજૂરી આપી છે. આ મિશન ૨૦૨૫-૨૬થી ૨૦૩૦-૩૧ સુધી ચાલશે અને તેનો ટાર્ગેટ દાળોની આયાત પર ર્નિભરતા ખતમ કરવાનો છે.
બાયો રિસર્ચ પ્રોગ્રામના આગામી તબક્કાને મંજૂરી: કેબિનેટે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામ ફેઝ-૩ને મંજૂરી આપી છે. આ પ્રોગ્રામ ૨૦૨૫-૨૬થી ૨૦૩૦-૩૧ સુધી ચાલશે અને તેના પર ૧૫૦૦ કરોડ રુપિયા ખર્ચ થશે.
તેમાં ભારત સરકાર અને બ્રિટનના વેલકમ ટ્રસ્ટ મળીને કામ કરશે. તેનો ઉદ્દેશ્ય ટોપ ટિયર વૈજ્ઞાનિક પ્રતિભાને તૈયાર કરવા અને બાયોમેડિકલ રિસર્ચમાં નવી શોધનો વધારો કરવાનો છે.