૫ શખ્સોની ધરપકડ, ૧ ફરાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જામ ખંભાળિયાના દાતા ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

આ કાર્યવાહી દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી નીકળીને પેટ્રોલ પંપ તરફ જતાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરવાનું મસમોટું કૌભાંડ પકડાયું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દાતા ગામે એક મોટા સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી નીકળીને પેટ્રોલ પંપ તરફ જતાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરવાનું મસમોટું કૌભાંડ પકડાયું છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી ટેન્કરોને રસ્તામાં ઉભા રાખી સીલ સાથે છેડછાડ કરી તેમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ કાઢી લેતી હતી. આ રીતે તેઓ પંપ માલિકો સાથે વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન પહોંચાડતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ૪ જેટલા ટેન્કરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કૌભાંડમાં સંડોવાયેલા ૫ શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક શખ્સ હાલ ફરાર છે જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કુલ ૬ શખ્સો વિરૂદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારાહેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું અને તેમાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે, તે દિશામાં પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.