Last Updated on by Sampurna Samachar
ખેડૂતોને આપી રાહત, ૧.૭૪ લાખ કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી!
સરકારે આગામી ખરીફ પાક માટે DAP અને NKPS જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો ર્નિણય લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને દેશનામાળખાગત વિકાસને લઈને અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે કુલ ૧ લાખ ૭૪ હજાર ૨૦૭ કરોડરૂપિયાના ૫ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે.
ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે ઉઠાવશે
૧. ખેડૂતોને ખાતર પર સબસિડી (૪૧,૫૩૪ કરોડ રૂપિયા) :- સરકારે આગામી ખરીફ પાક માટે DAP અને NKPS જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો ર્નિણય લીધો છે. આ માટે ૪૧,૫૩૪ કરોડ રૂપિયાખર્ચવામાં આવશે. ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે દુનિયાભરમાં ભલે કિંમતોમાં વધઘટ થાય, પરંતુ ભારતમાં ખેડૂતોને DAP બોરી પહેલાની જેમ જ માત્ર ૧૩૫૦ રૂપિયામાં મળતી રહેશે. ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે ઉઠાવશે.
૨. રાજસ્થાનમાં HPCL રિફાઇનરીનો રસ્તો સાફ (૭૯,૪૫૯ કરોડ રૂપિયા) :- ઔદ્યોગિક વિકાસને વેગઆપવા માટે સરકારે HPCL રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૭૯,૪૫૯ કરોડરૂપિયાનું મોટું ભંડોળ મંજૂર કર્યું છે. આ પ્રોજેક્ટ માત્ર રાજસ્થાનનું આર્થિક ચિત્ર જ નહીં બદલે, પરંતુ સ્થાનિકસ્તરે રોજગારીની હજારો નવી તકો પણ ઉભી કરશે.
૩. જયપુર મેટ્રોના ફેઝ–૨ને લીલી ઝંડી (૧૩,૦૩૮ કરોડ રૂપિયા) :- જયપુર શહેરમાં ટ્રાફિક જામની વધતીસમસ્યાને ઉકેલવા માટે ૪૧ કિલોમીટર લાંબી જયપુર મેટ્રોના બીજા તબક્કા (ફેઝ–૨)ના નિર્માણને મંજૂરીઆપવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૧૩,૦૩૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેના નિર્માણથી લાખોદૈનિક મુસાફરોની મુસાફરી અત્યંત સરળ અને સુરક્ષિત બની જશે.
૪. કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (૨૬,૦૭૦ કરોડ રૂપિયા) :- ભવિષ્યમાં વીજળીની વધતી જતી માંગને પહોંચીવળવા માટે સરકારે ૧,૭૨૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા ‘કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ’ને અંતિમ મંજૂરીઆપી દીધી છે. આ વિશાળ જળવિદ્યુત પરિયોજના પર ૨૬,૦૭૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
૫. કલાઈ-2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (૧૪,૧૦૬ કરોડ રૂપિયા) :- દેશની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત કરવામાટે કેબિનેટે વધુ એક મોટો ર્નિણય લીધો છે.
જે અંતર્ગત ૧,૨૦૦ મેગાવોટના ‘કલાઈ-2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ’ પર પણ મહોર મારવામાં આવી છે, જેના નિર્માણ પાછળ ૧૪,૧૦૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.