Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં ૧૩૦ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા
CM ધામીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારલીમાં ખીર ગંગા નદી પર વાદળ ફાટવાથી ભયંકર દ્રશ્યો સર્જાયા છે. તેમજ ભારે વિનાશ સર્જાયો છે. આ વિનાશમાં ૧૧ જવાન સહિત ૫૦ લોકો ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એટલું જ નહીં, અહેવાલ અનુસાર, હવે ૧૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ માહિતી આપી હતી કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ડિઝાસ્ટર ફોર્સ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અત્યાર સુધી ૫ લોકોના મોતના સમાચાર છે. ગુમ થયેલા જવાનોના સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
વરસાદને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ
ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આમાં ૪ લોકોના મોત થયા છે, જ્યારે ૫૦ થી વધુ લોકો ગુમ છે. SDRF , NDRF , ITBP અને આર્મી ટીમો બચાવ કાર્યમાં રોકાયેલી છે. અત્યાર સુધીમાં ૧૩૦ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
CM ધામી આંધ્રપ્રદેશની મુલાકાતથી સીધા દેહરાદૂન સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. જ્યાં તેઓ વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે રાહત અને બચાવ પ્રયાસોનું સંકલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વીજળી પુન:સ્થાપિત કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને ઉધમ સિંહ નગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરકાશીમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. વરસાદને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ બન્યુ.