Last Updated on by Sampurna Samachar
અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર
એક મહિના જેટલો વરસાદ માત્ર થોડા કલાકોમાં પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અચનાક આવેલા પૂરના પગલે હિલ કન્ટ્રીમાં ભારે તબાહી મચાવી દીધી હતી. ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં અચનાક પૂર આવ્યું છે. જેમાં ૪૯ લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી છે. તેમજ ઘણા લોકો ગુમ થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની ઓળખ માટે બચાવ ટીમો ઝડપથી કામ કરી રહી છે.
વાસ્તવિકતામાં, ગુઆડાલુપે નદીની આસપાસના વિસ્તારમાં એક મહિના જેટલો વરસાદ માત્ર થોડા કલાકોમાં પડ્યો હતો , જેના કારણે નદીનું પાણીનું સ્તર ૨૯ ફૂટ વધી ગયું અને આ ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. આ ભયાનક પૂરને કારણે ૧૫ બાળકો સહિત ૪૯ લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા લોકો હજુ પણ ગુમ છે.
ગુમ થયેલા લોકોમાં ૮૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા
ગુમ થયેલા લોકોમાં કેમ્પ મિસ્ટિક સમર કેમ્પમાં જતી ૨૭ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાંથી ૮ લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકા સરકારનું કહેવું છે કે ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો પોતાનું કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૮૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અમેરિકા હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હવામાન સેવાએ થોડા દિવસો પહેલા મધ્યમ પૂરની ચેતવણી આપી હતી. તેમણે આટલા ભારે વરસાદની આગાહી કરી ન હતી. નોઈમે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સિસ્ટમને અપગ્રેડ કરવા માટે કામ કરી રહ્યું છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપત્તિ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવા કહ્યું છે. રાજ્યપાલે કહ્યું કે તેમણે પોતે પણ અસરગ્રસ્ત વિસ્તાર માટે આવું જ કંઈક કર્યું છે. તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસ દ્વારા આપત્તિની ઘોષણાથી અસરગ્રસ્ત લોકો માટે ફેડરલ સહાયનો માર્ગ ખુલશે અને લોકોને મોટી રાહત મળશે.