રેલ્વે મંત્રાલયના ૪ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

સ્ટેશનોના નિર્માણથી ત્રણ રાજ્યોને થશે લાભ

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા ર્નિણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના ૪ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત ૧૮,૬૫૮ કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના ૧૫ જિલ્લાઓને આવરી લેતા આ પરિયોજનાઓ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કને લગભગ ૧,૨૪૭ કિમી સુધી વિસ્તૃત કરશે.

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘પરિયોજનાઓમાં સંબલપુર-જરપદા ત્રીજી અને ચોથી લાઇન, ઝારસુગુડા-સાસન ત્રીજી અને ચોથી લાઇન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી અને છઠ્ઠી લાઇન અને ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે.

૧૯ નવા સ્ટેશનો બનાવાશે

મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘રેલ્વે લાઇનના વિસ્તારથી ગતિશીલતામાં સુધારો થશે. આનાથી ભારતીય રેલ્વે માટે કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો રેલ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઘટાડશે. રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, ૧૯ નવા સ્ટેશનો પણ બનાવવામાં આવશે. સ્ટેશનોના નિર્માણથી મહારાષ્ટ્રના ગઢચિરોલી અને છત્તીસગઢના રાજનાંદગાંવ સાથે જોડાણ વધશે. વધેલા જોડાણથી લગભગ ૩૩૫૦ ગામડાઓ અને લગભગ ૪૭.૨૫ લાખ લોકોને ફાયદો થશે.

રેલ્વે મંત્રીના જણાવ્યા મુજબ, આ પરિયોજનાઓને કારણે, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા બલોદા બજાર જેવા નવા વિસ્તારોને સીધી રેલ કનેક્ટિવિટી મળી શકશે. આનો ફાયદો એ થશે કે આ વિસ્તારમાં સિમેન્ટ પ્લાન્ટ સહિત નવા ઔદ્યોગિક એકમો સ્થાપવાની શક્યતાઓ ઊભી થશે. આ માર્ગો કૃષિ ઉત્પાદનો, ખાતરો, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પત્થર જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે જરૂરી છે. ક્ષમતા વધારાથી વાર્ષિક ૮૮-૭૭ મિલિયન ટનનો વધારાનો કાર્ગો હેન્ડલિંગ થશે.

મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલ્વે એ પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ છે. આનાથી આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં, દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવામાં, તેલની આયાત (૯૫ કરોડ લિટર) ઘટાડવામાં અને CO2 ઉત્સર્જન (૪૭૭ કરોડ કિલોગ્રામ) ઘટાડવામાં મદદ મળશે, જે ૧૯ કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.