Last Updated on by Sampurna Samachar
૬-૭ મહિનાથી બંધ રહેલા ઘરમાં રહેવા આવ્યા હતા
સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણામાં બહાદુરગઢના સેક્ટર ૯ ના એક મકાનમાં AC ના કારણે જોરદાર ધમાકો થયો હતો. જે આ ધમાકામાં ચાર લોકોના કરૂણ મોત થયા છે અને એક ઘાયલ છે. ઘટનાની જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે આ સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસમાં લાગેલી છે.

મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થઈ ગયા છે. તમામ મૃતકો એક જ પરિવારના હતા. બ્લાસ્ટમાં એક શખ્સ ઘાયલ પણ થયો છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે બ્લાસ્ટ થયેલા ઘરમાં પાડોશીઓના જણાવ્યા અનુસાર AC નું કંપ્રેશર ફાટવાથી આ ધમાકો થયો હતો. પાડોશીઓના કહેવા મુજબ તેમને ખબર નહોતી કે જે ઘરમાં ધમાકો થયો છે, તેમાં કોણ છે. કારણ કે ૬-૭ મહિનાથી આ ઘર બંધ હતું. હાલમાં જ આ લોકો રહેવા આવ્યા હતાં.
આગમાં ગંભીર ઘાયલ થયા લોકો
પાડોશના લોકોએ જણાવ્યું કે, ધમાકાનો અવાજ સાંભળી અમે લોકો બહાર આવ્યા. જે બાદ કાચ ચોડીને ઘરની અંદર ઘુસ્યા તો જોયું કે અંદર ભયાનક આગ લાગી હતી. ત્યારે ઘરના એક સભ્ય પર નજર પડી જે આગમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેમ તેમ કરીને બહાર કાઢ્યા અને હોસ્પિટલે પહોંચાડ્યા.પણ આ જાણકારી નહોતી કે ,ઘરની અંદર અન્ય લોકો પણ હતા. બાદમાં અમે પોલીસ અને ફાયરની ટીમને જાણકારી આપી. જે બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.