Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન આજે ૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ–ખાતુહૂર્ત કરશે
વાવ–થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારત અને ગુજરાત સરકારનાવરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે, ૩૧મી માર્ચના રોજ વાવ–થરાદ ખાતેથી કુલ રૂ.૧૯,૮૦૬.૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ, પરિવહન અને હાઇવે તેમજરેલવે મંત્રાલયના રૂ.૧૦,૯૨૧ કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ.૮૮૮૬ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

વાવ–થરાદ ખાતે આયોજિતઆ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાતસરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનિર્માણાધીન છે. આગામી ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવડાના ઇઈ પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.
ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
આ પ્રોજેક્ટ્સ દ્વારા હજારો મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું રાષ્ટ્રીય ગ્રીડ સાથે અસરકારક જાેડાણ સુનિશ્ચિત કરવામાં આવશે. જેનાકારણે હરિત ઊર્જાનો વ્યાપ વધશે અને ઊર્જા સુરક્ષા મજબૂત બનશે.
આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર–બડોલી બાયપાસ ફોર લેન રોડ અને ધોળાવીરા–મૌવાણા–વોવા–સાંતલપુર સેક્શનનું ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ–ધોલેરા પેકેજ ૧ રૂ.૧૨૯૮ કરોડના ખર્ચે, પેકેજ ૨ રૂ.૧૪૧૫ કરોડના ખર્ચે, પેકેજ ૩ રૂ.૧૦૩૪ કરોડના ખર્ચે અને પેકેજ ૪નું રૂ.૧૩૫૮ કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવશે.
ભારત સરકારના રેલવે મંત્રાલયના રૂ.૮૯૧ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાંહિંમતનગર–ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ–આદિપુર વચ્ચે ક્વાડ્રપલિંગ અને રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ–જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા–હિંમતનગર–અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવશે. આમ, કુલ મળીને આભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ રૂ.૧૦,૯૨૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આગામી ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ રૂ.૮૮૮૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુરૂ.૫૨૯૫.૫ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
શહેરી વિકાસ વિભાગના આપ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની મ્ઇ્જી અને છસ્જી બસ સર્વિસનુંમોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અનેખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલકોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ સુધી ખુલ્લા ખોદકામ અનેમાઇક્રોટનલિંગ દ્વારા ૧૮૦૦ મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે ૧૫ એમએલડીસુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે ૪ તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનુંકામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધવિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં૩૮,૯૪૯ આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે, જેનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટેપોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.