Last Updated on by Sampurna Samachar
૨૩ વર્ષ અગાઉ ધીંગાણા મામલે મહત્વનો ચૂકાદો
આ બે જૂથની મારામારીમાં બે લોકોના થયા હતા મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લામાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ડીસા ધાણા જમીન મામલે ધીંગાણામાં ૩૬ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. વર્ષ ૨૦૦૨નો આ કેસ હતો. જેમાં ખેતીની જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેના કારણે આ ઘટનામાં ૨ લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર મામલે હાલ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં કોર્ટે બંને પક્ષના ૩૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો જમીન વિવાદને લઈને ૨૩ વર્ષ અગાઉ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ૨ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને તે સમયે આ કેસ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ મારામારીમાં બંને પક્ષમાંથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેને લઈને કોર્ટ દ્વારા કુલ ૩૬ આરોપીઓને દોષિત જાહેર કરી તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આજીવન કેદની સજાનો ચૂકાદો હાલ ચર્ચાનુ કેન્દ્ર
જોકે આ કેસમાં બંને પક્ષ બાજુથી વિગતવાર માહિતી જોઈએ તો એક પક્ષના ૨૩ જ્યારે બીજા પક્ષના ૧૭ આરોપીઓમાંથી ૪ આરોપીઓના તો કેસ દરમિયાન જ મોત થયા હતા. હાલ ૩૬ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારીને મહત્વનો ર્નિણય આપ્યો છે. જેથી ૩૬ આરોપીઓને એકસાથે આજીવન કેદની સજા મળવાનો આ મુદ્દે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો જમીન વિવાદને લઈને હતો. જેમાં ૨૩ વર્ષ બાદ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ખેતીની જમીન બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ૨ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. ૨૩ વર્ષ અગાઉ આગથાળા પોલીસ મથકે સામ સામે બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને હાલ કોર્ટ દ્વારા ૩૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.