દાહોદ જિલ્લાની બોર્ડેર પર પોલીસે ૧૫ જેટલા દારૂ અંગેના કેસ નોંધ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશ અને રાજ્યમાં થર્ટી ફર્સ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સજ્જ બની છે.પાર્ટીની આડમાં દારૂ અને ડ્રગ્સનું સેવન ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવતા દાહોદ જિલ્લામાં પોલીસ સતત ચેકિંગ અને મોનિટરિંગ કરી રહી છે. દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની ધાવડીયા અને ચાકલીયા બોર્ડર, ખંગેલા બોર્ડર અને ગરબાડા તાલુકાની ચેકપોસ્ટ પર પોલીસ વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં આવી હતી. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. JCP , DCP , 11 PI આ ઉપરાંત ૪૦૦ પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા હતા. શાહપુર, કારંજ અને માધુપુરા વિસ્તારમાં પોલીસે કોંમ્બિગ હાથ ધર્યું હતા. વાહન ચેકિંગ, બુટલેગરો અને ગુનેગારોના ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતા. ૫૦ શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા હતા. ૧૫ જેટલા દારૂ અંગેના કેસ કરાયા હતા. તેમજ ૧૫ શખ્સો સામે ગેરકાયદે હથિયાર રાખવા બદલ કેસ નોંધવામાં આવ્યા હતા.