Last Updated on by Sampurna Samachar
કેન્દ્રના એક ર્નિણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે!
આ ર્નિણય પાછળનું કારણ એ છે કે આ ડૉક્ટરો પાસે બહોળો અનુભવ અને ટ્રેનિંગ હોવા છતાં, માન્યતા પ્રાપ્ત નિશ્ચિત ડિગ્રીઓ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં કેન્સરના વધતા જતા કેસોની વચ્ચે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે. દેશમાં દર વર્ષે અંદાજે૧૫ લાખ કેન્સરના નવા કેસો સામે આવે છે, જે કોઈ મધ્યમ કદના શહેરની કુલ વસ્તી બરાબર છે. આ ગંભીરસ્થિતિ વચ્ચે, કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના‘ના પેનલમાંથી દેશના આશરે ૩૦૦ જેટલા નામાંકિત કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બહાર કરી દેવામાં આવ્યા છે.

આ ર્નિણય પાછળનું મુખ્યકારણ એ છે કે આ ડૉક્ટરો પાસે બહોળો અનુભવ અને ટ્રેનિંગ હોવા છતાં, તેમની પાસે નેશનલ મેડિકલકમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત નિશ્ચિત ડિગ્રીઓ નથી. આ યાદીમાંથી બહાર કરાયેલા મોટાભાગનાડૉક્ટરોએ ખાનગી સંસ્થાઓમાંથી ફેલોશિપ દ્વારા તાલીમ લીધી છે, જેને અત્યારે માન્ય ગણવામાં આવી નથી.
ફેલોશિપ કરીને સર્જરી અને જટિલ સારવારની પ્રેક્ટિસ
ડૉક્ટરો આ ર્નિણયનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દાયકાઓ પહેલા જ્યારે ઓન્કોલોજી(કેન્સરવિજ્ઞાન) માટે કોઈ ઔપચારિક કોર્સ ઉપલબ્ધ નહોતા, ત્યારે ફેલોશિપ જ તાલીમ મેળવવાનો એકમાત્ર માર્ગહતો. આજે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી ઘણા ડૉક્ટરો કેન્સર હોસ્પિટલોમાં બે–ત્રણ વર્ષની ફેલોશિપ કરીને સર્જરી અને જટિલ સારવારની પ્રેક્ટિસ કરે છે.
પેનલમાંથી દૂર કરાયેલા ડૉક્ટરોમાં અનેક વિભાગીય વડાઓ, સિનિયર સર્જરો અને પ્રતિષ્ઠિત શિક્ષકોનોસમાવેશ થાય છે. ભારતમાં પહેલાથી જ કેન્સર ડૉક્ટરોની ભારે અછત છે; ૨૦૧૮ના આંકડા મુજબ દેશમાં ૧૦લાખની વસ્તી દીઠ માત્ર એક જ કેન્સર ડૉક્ટર ઉપલબ્ધ છે.
આ ર્નિણયની સૌથી માઠી અસર એવા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર પડશે જેઓ સારવાર માટેઆયુષ્માન કાર્ડ પર ર્નિભર છે.
ખાસ કરીને ટિયર–૨ અને ટિયર–૩ શહેરોમાં જ્યાં પહેલેથી જ નિષ્ણાત ડૉક્ટરો ઓછા છે, ત્યાં હવે દર્દીઓ માટેસારવાર મેળવવી વધુ મુશ્કેલ બનશે. દેશભરમાં કુલ ૪૦૦૦ જેટલા જ કેન્સર ડૉક્ટરો છે, જેમાંથી ૩૦૦ જેટલાઅનુભવી ડૉક્ટરોને સરકારી યોજનામાંથી બાકાત રાખવા એ સામાન્ય જનતા માટે મોટો ફટકો સાબિત થઈ શકેછે.