Last Updated on by Sampurna Samachar
પાટડીના બજાણા પાસે એસ.ટી. બસ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત
પોલીસે તાત્કાલિક ક્રેઈન મંગાવી બન્ને વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝાલવાડ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનાબજાણા ગામ પાસે એક એસ.ટી. બસ અને ટ્રેઈલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાંબસમાં સવાર ૩ જેટલા મુસાફરોને નાની–મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગતો મુજબ, બજાણા ગામ પાસે આવેલા એક જોખમી વળાંક પર એસ.ટી. બસ અને પૂરપાટ ઝડપેઆવી રહેલા ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનોના ચાલકોનેપણ શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે–ટોળા ઉમટી પડ્યા હતા અનેઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા જબજાણા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેથી પોલીસે તાત્કાલિક ક્રેઈન મંગાવી બન્ને વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યોહતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.