Last Updated on by Sampurna Samachar
રસ્તામાં ખાડાના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો
પંજાબથી દર્શનાર્થે આવેલી હતી મહિલા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નરોડા વિસ્તારમાં અરવિંદ મિલના ગેટ સામે તંત્રની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતમાં ૨૮ વર્ષીય મહિલાનું મોત થયુ છે. વાત કરીએ તો મૃતક વ્યક્તિ પંજાબથી દર્શનાર્થે આવેલી હતી.

માહિતી અનુસાર આયસર ટ્રક આ ખાડાના ખાબકતાં તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે મહિલાને ટક્કર વાગી હતી. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભારે રોષ જોવા મળે છે. અકસ્માત બાદ રાતોરાત તંત્ર ઘટનાસ્થળે ખાડો પૂરવાની કામગીરી કરવા મજબૂર થયું હતુ.
રસ્તાઓનું યોગ્ય અને નિયમિત નિરીક્ષણ કરવા માંગ
સ્થાનિકોએ પણ આક્ષેપ કરે છે કે અકસ્માત સ્થળથી માત્ર ૫૦ મીટરના અંતરે વધુ એક મોટો ખાડો હજુ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્ર માત્ર અકસ્માત બાદ જાગ્યું છે પણ નિયમિત રીતે રસ્તાની જાળવણીમાં ઘોર બેદરકારી જોવા મળે છે. તેમને માંગ કરી છે કે શહેરના તમામ રસ્તાઓનું યોગ્ય અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા દુ:ખદ અકસ્માતો ટળી શકે.