Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
સરકાર દ્વારા ૫,૮૦૧ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના કરોડોના વિકાસ કામને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં લખનઉ મેટ્રોને લઈને મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. કેબિનેટમાં ઉત્તરપ્રદેશની રાજધાનીમાં નવા મેટ્રો રૂટનું કામ ખુબ જ ઝડપી શરૂ કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવશે. લખનઉના ચારબાગથી વસંત કુંજ સુધી નવી મેટ્રો લાઈન નાખવામાં આવશે. આ લગભગ ૨૩ કિલોમીટર લાંબી મેટ્રો લાઈન હશે અને તેનું કામ લગભગ ૫ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે લખનઉંમાં નવી મેટ્રો લાઈન નાખવા માટે સરકાર દ્વારા ૫,૮૦૧ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લખનઉં શહેર ખુબ જ મોટું છે અને મેટ્રોની ખાસ જરૂર શહેરના લોકોને છે. ઘણી વખત ભારે ટ્રાફિકજામ પણ શહેરમાં થઈ જાય છે. શહેરમાં મેટ્રો લાઈન શરૂ થયા બાદ લોકોને મોટી રાહત મળશે. શહેરીજનોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે અને તેમના પૈસાની પણ બચત થશે. કારણ કે મેટ્રોમાં મુસાફરી કરવી શહેરીજનોને સસ્તી પડશે.
બેઠકમાં અન્ય મોટા ૩ ર્નિણય લેવામાં આવ્યા
આ સિવાય કેબિનેટની બેઠકમાં અન્ય મોટા ૩ ર્નિણય લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠકમાં સેમીકન્ડક્ટરના ૪ પ્લાન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. લખનઉં મેટ્રોના ફેઝ-૧બીને લીલીઝંડી મળી અને ત્રીજો સ્વચ્છ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ટાટો જલવિદ્યુત પરિયોજનાને મંજૂરી આપવામાં આવી. આ ત્રણેય ર્નિણયને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.