Last Updated on by Sampurna Samachar
ઈસરોડીયા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લામાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાનાઈસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી લીધું છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે.

પંચમહાલ એસપી હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઈસરોડીયા ગામમાં તપાસ હાથધરી હતી. તપાસ દરમિયાન ગામના ખેડૂત દેવેન્દ્રસિંહ રાઉલજીના ખેતરમાંથી શંકાસ્પદ વાવેતર મળી આવ્યુંહતું. નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, ખેતરમાં અન્ય પાકની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા.
છોડમૂળમાંથી ઉખેડીને મુદ્દામાલ તરીકે કબજે લીધા
પોલીસે ખેતરમાંથી કુલ ૨૨ નંગ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલા છોડનું વજન આશરે ૫.૨૯કિલો જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ૨,૬૪,૭૫૦ આંકવામાં આવી છે. પોલીસે તમામ છોડમૂળમાંથી ઉખેડીને મુદ્દામાલ તરીકે કબજે લીધા છે.
આ મામલે પોલીસે ખેડૂત દેવેન્દ્રસિંહ રાઉલજી વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી ચાલતું હતું અને તેનો વેચાણ ક્યાં કરવામાં આવતું હતું તે દિશામાંપણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં નશાના કારોબારને ડામવા માટે પોલીસની આકામગીરીની પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે.