Last Updated on by Sampurna Samachar
ભારત કરતાં લગભગ ૯ કલાક પહેલાં જ ૨૦૨૬નું આગમન થયું
બે અતિ દૂરના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયામાં સૌથી પહેલા નવું વર્ષ ૨૦૨૬ કિરિબાતીના નાના એવા દ્વીપ કિરીતિમાતીમાં પહોંચ્યું હતુ. જ્યાં અડધી રાત સાથે જશ્નની શરૂઆત થઈ. તેની થોડી વાર પછી ન્યૂઝીલેન્ડના ચૈથમ આઈલેન્ડ પર પણ લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતુ.

દુનિયાના કેટલાય ભાગમાં નવા વર્ષની ઉજવણી થઈ. ત્યારે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવ્યો. અલગ અલગ ટાઈમ ઝોનના કારણે કેટલાય દેશ અલગ અલગ સમય પર નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત પહેલા ૪૧ દેશ એવા છે, જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવ્યું.
નવા વર્ષના અવસર પર શાનદાર આતિશબાજી
દુનિયાભરમાં નવા વર્ષના અવસર પર કેટલાય શહેરો શાનદાર ઐતિશબાજીનું આયોજન થયું હતું. વાત કરીએ તો સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતિશબાજી જોવા લાખો લોકો લાઈવ નિહાળ્યુ હતું. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર પર શાનદાર આતિશબાજી જોવા મળે છે. રિયો ડી જેનેરિયોના કોપાકબાના બીચ અને કેનબરાના લેક બર્લી ગ્રિફિનમાં પણ નવા વર્ષને લઈને ખાસ શોનું આયોજન થયું.