Last Updated on by Sampurna Samachar
જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા
પોલીસે રોકડ અને અન્ય સામાન જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લામાં પોલીસે જુગાર અંગે કુલ છ સ્થળે દરોડા પાડ્યા હતા. જે જુગારધામમાંથી પાંચ મહિલા સહિત ૨૦ આરોપીઓની અટકાયત કરી છે. જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પ્રથમ દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પ્રતિમાબેન હિંમતસિંહ ચૌહાણ, મધુબેન બીપીનભાઈ રાવલ, નીતાબા ભરતસિંહ પિંગળ, સુનિતાબેન હિતેન્દ્રભાઈ નાગપાલ, મીનાબેન વલીદાસભાઈ સોલંકી, તેમજ અંકિત વલીદાસ સોલંકી સહિત છ જુગારીઓની રૂપિયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૫,૦૭૦ ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગારનો સામાન કબજે કર્યો
આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગર નજીક હાપા વિસ્તારમાં ક્રિષ્ના ટાઉનશિપમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજેશ રાણાભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧,૮૧,૫૦૦ની માલમતા કબજે કરી છે.
આ ઉપરાંત જામનગર શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા વધુ ચાર દરોડાઓ પાડવામાં આવ્યા હતા, અને અન્ય આઠ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.