Last Updated on by Sampurna Samachar
દબાણ દૂર કરતી વખતે બાવળોની વચ્ચે મળ્યુ દિવ્ય મંદિર
ભકતોમાં ખુશીની લહેર જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ બેટ દ્વારકા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણની નગર હનુમાનજીના મંદીરના કારણે ચર્ચામાં છે. કારણ કે , અહીં ૧૫૦ વર્ષ જુનુ હનુમાનજીનું મંદિર મળી આવ્યું છે. વર્ષો જૂનુ મંદિર મળી આવતા ભકતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ અંગે વિગતે વાતી કરીએ તો, વર્ષ ૨૦૨૨ માં જ્યારે અહીં દબાણો પર પહેલી વખત બુલડોઝર ફેરવાયું હતું. આ સમયે કૃષ્ણની આ નગરીમાં ૪૦-૫૦ વર્ષમાં આવેલા વસ્તી વિષયક ફેરફારને લઈ ચર્ચાએ જોર પકડ્યું હતું. માછીમારીની આડમાં આ ટાપુ પર ગેરકાયદે કબજો શરૂ થયા હતા. જેના કારણે વસ્તીમાં ફેરફાર થયો.
હનુમાનજી મંદિરના દિવ્ય દર્શન
પરિણામ એ આવ્યું કે, અહીં ધાર્મિક સ્થળો નષ્ટ થવા લાગ્યા. જેનું તાજુ ઉદાહરણ છે બાલાપર વિસ્તારમાં આવેલું બાલાજી હનુમાનજીનું આ મંદિર. અહીં દબાણ દૂર કરતી વખતે ચારેકોર બાવળના જંગલની વચ્ચે છૂપાયેલા હનુમાનજી મંદિરના દિવ્ય દર્શન થયા.
દોઢસો વર્ષ જુના આ મંદિરના આજુબાજુ વિસ્તારમાં અતિક્રમણ થયું હોવાના કારણે દશકો સુધી કોઈ પૂજા કરવા પહોંચી શક્યું ન હતું. જોકે વિસ્તારમાં દાદાની સરકારનું બુલડોઝર ફર્યું મંદિર મળી આવ્યું. દાદાની એ મૂર્તિ સાથેના મંદિરમાં દાદાના જન્મદિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે પૂજા અર્ચના કરી ભક્તોએ નવી આધ્યાતમિક ઉર્જા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
દરિયાકાંઠા વિસ્તારો સહિત અસામાજિક તત્વોના અડ્ડા પર બુલડોઝર ફેરવવામાં સ્થાનિક જિલ્લા પ્રશાસનની સાથે સાથે પોલીસની પણ મહત્વની ભૂમિકા રહી છે. દેવભૂમિ દ્વારકા પોલીસે હનુમાનજીના આ મંદિરનો પુન:જીર્ણોદ્ધાર કર્યો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુદ્દે પોસ્ટ કરી પોલીસને શુભેચ્છા પણ પાઠવી.ગેરકાયદે દબાણના કારણે મંદિરનું પતન થયું હોવાનું જણાવી દબાણ હટાવવાની કામગીરીથી થયેલું પુણ્યશાળી કામને સદભાગ્યે ગણાવી ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને સ્થાપન માટે કરેલી પહેલને ચારેકોર આવકાર મળી રહ્યો છે.
દ્વારકામાં મળી આવેલ હનુમાન મંદિર અંગે વાત કરતા ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ૧૫૦ વર્ષ જૂનું હનુમાન મંદિર મળી આવ્યું છે. ગેસ સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ મંદિર મળી આવ્યું છે. ત્યારે દ્વારકા પોલીસે આ હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની જવાબદારી લીધી છે. ફરી એક વખત હનુમાન મંદિર બનાવવામાં આવશે. આજે મોટી સંખ્યામાં લોકો હનુમાન મંદિરના દર્શન કરવા પહોચ્યા હતા. જય હનુમાન સાથે સૌને શુભકામના.