Last Updated on by Sampurna Samachar
વડોદરામાં ઘડિયાળી પોળમાંથી ચોરીનો બનાવ
૧૫ તોલા વજનના દાગીનાની કિંમત હાલ ૧૮ લાખ થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના થાણે પશ્ચિમમાં રૂમવાલ ફ્લેટમાં રહેતા સુનંદાબેન વસંતભાઈ માલુસરે યુકેમાં કેરટેકર તરીકે નોકરી કરે છે અને તેમના પતિ ઉપરના સરનામે મહારાષ્ટ્રમાં એકલા રહે છે. ગત ૨જી તારીખે ૦૫:૦૦ વાગે તેમની દીકરી જાગૃતિની નણંદના લગ્ન હોય તેવો વડોદરા આવ્યા હતા અને દંતેશ્વર રીંગ રોડ પર બંસલ મોલની પાછળ હોટલ ફેબ મેક્સમાં રોકાયા હતા.

૫ મી તારીખે ગોવર્ધન હોલ ખાતે લગ્નમાં ગયા હતા અને ૬ તારીખે પતિ દીકરી તથા દીકરીની બહેનપણી સાથે ખરીદી કરવા માટે હોટલ પરથી બપોરે તેઓ ગયા હતા. બપોરે પોણા બે વાગે જય શ્રી સિલ્ક સાડી અંબા માતાની ગલી ઘડીયાળી પોળ ખાતે દુકાનમાં ખરીદી કરવા ગયા હતા અને પોણા ત્રણ વાગે ખરીદી કરીને બહાર આવ્યા હતા.
પોલીસે કુલ ૭.૫૬ લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધી
ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ખરીદી કરી સાંજે ૬:૦૦ વાગે હોટલ પર જતા રહ્યા હતા રાત્રે ૧૦:૦૦ વાગે તેઓ સામાન ચેક કરતા હતા ત્યારે તેમનું મરૂન કલરનું પર્સ મળી આવ્યું ન હતું. જેમાં ૧૫ તોલા વજનના સોનાના દાગીના હતા તેમજ રોકડા ૪૧,૦૦૦ હતા. છેલ્લે તેમણે જયશ્રી સિલ્ક સાડી ખાતેથી સાડીને કરેલી કરી ત્યારે મરૂન કલરનું પર કાઢી તેમાંથી પેમેન્ટ કરી પરત મૂકી દીધું હતું.
૧૫ તોલા વજનના દાગીનાની કિંમત હાલ ૧૮ લાખ થાય છે પરંતુ પોલીસે માત્ર ૪.૪૫ લાખની કિંમત લગાવી છે. પોલીસે કુલ ૭.૫૬ લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.