Last Updated on by Sampurna Samachar
ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં છોકરી ગંભીર રીતે દાઝી
ગેસ સ્ટવનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વ્યક્તિમાં વાળ એ સુંદરતાની નિશાની છે. ત્યારે આ વાળ મોતનુ કારણ બની જાય તો નવાઇની વાત બની જાય છે. ત્યારે બિહારના ગોપાલગંજમાં એક ૧૩ વર્ષની છોકરી પણ લાંબા વાળ રાખવાની શોખીન હતી. પરંતુ એક દિવસ આ જ તેના મૃત્યુનું કારણ બની જશે, કદાચ તેણે સપનામાં પણ આવું વિચાર્યું ન હોય. છોકરી ગેસનો ચૂલો ચાલુ કરી રહી હતી. તેણે દિવાસળી સળગાવી, સ્ટોવમાંથી જ્વાળાઓ નીકળી. તેના વાળમાં આગ લાગી અને થોડીવારમાં તે બળી ગઈ.
બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહિ. આ ઘટના બૈકુંથપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફૈજુલ્લાપુર ગામમાં બની હતી. અહીં ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં ૧૩ વર્ષની રવિના કુમારી ખરાબ રીતે દાઝી ગઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ
પરિવારજનોના જણાવ્યા અનુસાર રવિના ચા બનાવવો માટે ગેસનો ચૂલો ચાલુ કરી રહી હતી. તેણે માચીસ પ્રગટાવતાની સાથે જ ગેસના ચૂલામાંથી નીકળતી જ્વાળાએ તેના વાળ અને કપડાને લપેટમાં લીધા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી રવિનાને તરત જ ગોરખપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
રવિનાના પિતા રવિ પ્રસાદે કહ્યું કે આ ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે. રવિનાના નિધનથી પરિવાર અને ગામમાં ઘેરા શોકની લાગણી છે. પરિવારના સભ્યોએ કહ્યું કે રવિનાને લાંબા વાળ ખૂબ જ પસંદ હતા, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે આ તેના મૃત્યુનું કારણ બનશે. આ દુર્ઘટના બાદ પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
ગોપાલગંજ પોલીસ અને ફાયર વિભાગ અકસ્માતના કારણ વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગેસ સ્ટવનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને જો કોઈના વાળ લાંબા હોય, તો સાવચેત રહો અને ગેસના ચૂલા પાસે જતા પહેલા સલામતીની સાવચેતી રાખો. આગની નજીક કોઈપણ કામ કરતી વખતે સુતરાઉ કપડાં પહેરવા સૌથી સલામત છે.