૧૦ લોકો, અલગ-અલગ હોટલો અને ૧૨૦ દિવસનો નરક

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગોરખપુરમાં ૯માં ધોરણની વિદ્યાર્થિની સાથે હેવાનિયત

પોલીસે સર્વેલન્સ અને CCTV ની મદદથી વિદ્યાર્થિનીને શોધી કાઢી  : ચાર લોકોને જેલ મોકલી દેવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગોરખપુરમાં સગીર વિદ્યાર્થિની સાથે હેવાનિયતનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ચાર મહિના પહેલાઘરેથી સ્કૂલ જવા નીકળેલી ૧૪ વર્ષની ૯મા ધોરણની વિદ્યાર્થિની અચાનક ગુમ થઈ ગઈ હતી. ઘરે પરત ફરતાપરિવારે શોધખોળ કરી હતી.

જ્યારે વિદ્યાર્થિની મળી ત્યારે પરિવારે ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. રિપોર્ટ નોંધાયા બાદ પોલીસ સર્વેલન્સ અને કેમેરાની મદદથી હવે સગીર વિદ્યાર્થિની સુધી પહોંચી છે. વિદ્યાર્થિનીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેની સાથે અલગઅલગ હોટલોમાં ૧૦ લોકોએ રેપ કર્યો હતો.

વિદ્યાર્થિનીના પિતા ગુજરાતમાં રહીને મજૂરી કરે છે

પોલીસે યુવતીનું નિવેદન નોંધી મેડિકલ કરાવ્યું, જેમાં રેપની પુષ્ટિ થઈ છે. એસપી નોર્થ જ્ઞાનેન્દ્ર કુમારે જણાવ્યુંકે, લોકોને જેલ મોકલી દેવામાં આવ્યા છે અને અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે.

જાણવા મળતી માહિતી મુજબ, ગોરખપુરના ચૌરી ચૌરા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી પીડિત વિદ્યાર્થિનીપરિવારમાં બીમાર માતા સાથે એકલી રહેતી હતી. પરિવારે પૂછપરછમાં જણાવ્યું કે, વિદ્યાર્થિનીના પિતા ગુજરાતમાં રહીને મજૂરી કરે છે, જેના કારણે વિદ્યાર્થિનીને ભણાવવા માટે તેની માસી ચૌરી ચૌરા વિસ્તારમાંઆવેલા પોતાના ઘરે લઈ ગઈ હતી.

અહીં ગત નવેમ્બરના રોજ તે સ્કૂલ જવા માટે ઘરેથી નીકળી તો પાછી ફરી નહોતી. એક અઠવાડિયા સુધી પરિવાર અને સંબંધીઓ શોધતા રહ્યા. વિદ્યાર્થિની મળી તો પરિવારે નવેમ્બરના રોજ ગુમ થયાનો કેસ નોંધાવ્યો હતો. કેસ નોંધાવ્યા બાદ પોલીસ શોધખોળમાં લાગી અને CCTV સર્વેલન્સની મદદથી યુવતી સુધી પહોંચી હતી. મહિના પછી ૨૩ માર્ચના રોજ વિદ્યાર્થિનીને શોધીને પોતાનીસાથે લાવી હતી.

પૂછપરછમાં તેણે જણાવ્યું કે, જ્યારે તે નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે વાગ્યે સ્કૂલ જવા માટે ઘરેથી નીકળીત્યારે રસ્તામાં તેનો પરિચિત રિક્ષા ચાલક મનીષ રાજભર  મળ્યો હતો. તેણે ફોસ લાવીને પીડિતાને રિક્ષામાં બેસાડી અને એક નિર્માણાધીન મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેણે રેપ કર્યો હતો.

થોડીવાર પછી તેનાબે મિત્રો પણ ત્યાં આવ્યા અને તે બંનેએ પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ પીડિતાને રોડ પર છોડીને ભાગી ગયા હતા.

વિદ્યાર્થિનીએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ તે ઘરે જવાને બદલે સીધી રામગઢ તાલ ગઈ. ત્યાંપીડિતા ઘણી વાર સુધી શોકમાં બેસી રહી. દરમિયાન તેની મુલાકાત એક અન્ય યુવક સાથે થઈ. તેનીવાતોમાં આવીને તે તેના ઘરે જતી રહી. યુવકે વિદ્યાર્થિનીને એક મહિના સુધી ઘરમાં રાખી અને તેની સાથે રેપકરતો રહ્યો.

તેણે પણ પોતાના બેત્રણ મિત્રોને બોલાવ્યા જેમણે તેની સાથે રેપ કર્યો હતો. પોલીસના જણાવ્યાઅનુસાર, વિદ્યાર્થિનીએ રેપ કરનારા ૧૦ લોકોનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે વિદ્યાર્થિનીના નિવેદન બાદ કેસ નોંધ્યોછે. વિદ્યાર્થિનીની કોલ ડિટેલ્સ તપાસી જેનાથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવામળ્યું કે, તેને કેટલીય હોટલોમાં લઈ જવામાં આવી હતી.

અનેક લોકોના નામ સામે આવ્યા છે. એક્શનમાંઆવેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૧૦ લોકોની અટકાયત કરી લીધી છે. આમાં આરોપી હોટલ સંચાલક ધર્મરાજ, રિક્ષા ચાલક મનીષ રાજભર, અન્ય બે સમીર અને કિશનની ધરપકડ કરી પૂછપરછ કરવામાંઆવી. તમામને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ મોકલી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલુ છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.