Last Updated on by Sampurna Samachar
બોમ્બ વિસ્ફોટ રમઝાન પહેલા થયો
ચેમ્પિયન ટ્રોફીની સુરક્ષાને લઇ સવાલો ઉભા થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાન (PAKISTHAN) ના જામિયા હક્કાનિયા મદરસામાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
મળતા રિપોર્ટ મુજબ, જિલ્લા પોલીસ પ્રમુખ અબ્દુલ રશીદે જણાવ્યું કે આ વિસ્ફોટ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના અક્કોરા ખટક જિલ્લામાં થયો હતો. હજી સુધી કોઈપણ જૂથે જામિયા હક્કાનિયા મદરસામાં થયેલા આ હુમલાની જવાબદારી લીધી નથી.
કેટલાય લોકો હુમલામાં ઘાયલ
કાઝી હુસૈન મેડિકલ કોમ્પ્લેક્સના એક ડોક્ટર્સે જણાવ્યું કે, કમસે કમ ૨૦ લોકો ઘાયલ છે અને પાંચ મૃતદેહ હોસ્પિટલમાં લાવ્યા છે. ખૈખબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુર અને રાજ્યપાલ ફૈસલ કરીમ કુંદીએ આત્મઘાતી હુમલાની ટીકા કરી છે. જેયૂઆઈએફ નેતાઓએ ઘાયલો માટે રક્તદાનની અપીલ કરી છે.
આ બોમ્બ વિસ્ફોટ રમઝાન પહેલા થયો હતો. સઉદી અરબમાં ચાંદ દેખાવાના આધારે મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન શનિવાર અથવા રવિવારે શરૂ થવાની સંભાવના છે.