Last Updated on by Sampurna Samachar
પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ થયો
ગ્રેનેડ-હુમલાના મૉડ્યૂલના ૧૦ એજન્ટની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ પોલીસને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થિત હોવાનું કહેવાતા ગ્રેનેડ-હુમલાના મૉડ્યૂલના ૧૦ એજન્ટની ધરપકડ કરી છે.

DGP પંજાબ પોલીસની X પોસ્ટ અનુસાર, ‘આ મૉડ્યૂલને પંજાબના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર ધરપકડ કરાયેલા આ ૧૦ એજન્ટ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને ગ્રેનેડ લેવા તથા પહોંચાડવાના સંકલન માટે મલેશિયા સ્થિત ત્રણ ઓપરેટિવ્સ મારફતે વાતચીત કરતા હતા.
આ રેડને કારણે એક સંભવિત જીવલેણ હુમલો નિષ્ફળ ગયો
આતંકવાદી મૉડ્યૂલને નિશાન બનાવીને દેશભરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનોની શ્રેણીમાં આ તાજેતરની કાર્યવાહી છે. જોકે, હથિયારોની જપ્તી અને હેન્ડલર્સની ઓળખની સંપૂર્ણ વિગતો હજી જાહેર કરવાની બાકી છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત માહિતી આધારિત આ રેડને કારણે એક સંભવિત જીવલેણ હુમલો નિષ્ફળ ગયો છે. આ ઘટના દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટના ગણતરીના દિવસોમાં બની છે, જેમાં ૧૩ લોકોના જીવ ગયા હતા.