સાઇબર સિક્યોરિટી ફર્મ મેકએફી દ્વારા કરાયો સર્વે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઇબર સિક્યોરિટી ફર્મ મેકએફી દ્વારા તાજેતરમાં કરાયેલા એક સરવે મુજબ, દિવાળી સીઝનમાં ૪૫ ટકા ભારતીયોને શોપિંગ સ્કેમ્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ આવે છે, અને આ સમય દરમિયાન ઘણા યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. મેકએફી દ્વારા પહેલી ઓક્ટોબરથી ૨૮ ઓક્ટોબર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણાં લોકોને વિવિધ પ્રકારના સ્કેમ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં ૪૫ ટકા ભારતીયોને શોપિંગને લઈને સ્કેમ કરવામાં આવ્યો હતો. ૪૬ ટકા ટાર્ગેટ કરવામાં આવેલી વ્યક્તિઓ છેતરપિંડીનો શિકાર બની હતી, અને નાની-નાની રકમ કરીને ૪૧,૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કારણે હવે લોકોમાં ડરનું પ્રમાણ વધ્યું છે. સરવે મુજબ, ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૪ માં ટોટલ ૭૮ ટકા ભારતીયો સ્કેમને લઈને ખૂબ જ ડરી રહ્યાં છે. છૈં ને કારણે ચલાવાતા ડીપફેક સ્કેમને કારણે લોકોમાં ડર વધ્યો છે. જો કે, આ ફેસ્ટિવલ દરમિયાન મેકએફી દ્વારા ૨૪,૦૦૦ થી વધુ ને બ્લોક કરવામાં આવી હતી, જેના પર સ્કેમ કરવામાં આવી રહ્યો હતો.
લગભગ ૬૬ ટકા ભારતીયો ડિસ્કાઉન્ટ અને સમયના બચાવને કારણે ઓનલાઇન શોપિંગ કરવાનું પસંદ કરે છે. વધતી જતી ઓનલાઇન શોપિંગને કારણે સાયબર ક્રિમિનલ્સને મોકળું મૈદાન મળ્યું છે. સ્કેમર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને લોકોને છેતરવાનું કામ કરે છે. આ વેબસાઇટ પર યુઝર્સને ૯૯ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીને આકર્ષવામાં આવે છે. તેઓ ખરીદી તો કરે છે, પરંતુ તેમના ઘરે કોઈ દિવસ સામાન પહોંચતું નથી. મેકએફી દ્વારા કરવામાં આવેલા સરવેમાં, દિવાળી અને દુર્ગા પૂજા દરમિયાન, એટલે કે શોપિંગ માટેના સૌથી મહત્ત્વના સમય દરમિયાન, સ્કેમર્સ દ્વારા ફિશિંગ કરવામાં આવી રહ્યું હતું.
ઘણાં ભારતીયોનું કહેવું છે કે ફેસ્ટિવલ દરમિયાન તેમને સ્કેમનો ખૂબ જ ડર રહે છે. આથી તેઓ ખૂબ જ ડરભેર શોપિંગ કરે છે. ઘણાં યુઝર્સનું કહેવું છે કે તેઓ ડીપફેક સ્કેમને લઈને ખૂબ જ ચિંતિત રહે છે, અને તેમને ઓળખવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. મેકએફીના સરવે મુજબ, ૩૭ ટકા યુઝર્સને ડિલિવરી નહીં થઈ શકે એ માટેની નોટિસ મોકલવામાં આવે છે અને ત્યાર બાદ તેમની સાથે છેતરપિંડી થાય છે. ૩૦ ટકા યુઝર્સને ખોટી ખરીદીના એલર્ટ મોકલીને છેતરવામાં આવે છે. તેમજ ૨૪ ટકા યુઝર્સને ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ખોટી સિક્યોરિટી વોર્નિંગ મોકલીને છેતરવામાં આવે છે. બેન્ક અને ક્રેડિટ કાર્ડ્સ સ્કેમ્સ અલગથી થતા રહે છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ દ્વારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તરીકે કરવામાં આવતા સ્કેમ્સ પણ જાેવા મળે છે. આ એડ્સમાં ભોળવાઈને લોકો શોપિંગ કરે છે અને અંતે સ્કેમનો ભોગ બને છે.