ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ક્રિસમસ ડેકોરેશનની એક સુંદર તસવીર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટ જગતના સુપરસ્ટાર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહના ઘરે ખુશીનો માહોલ છે. તેમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. આજે એટલે કે ૧ ડિસેમ્બરે રિતિકાએ પોતાના નવજાત દીકરાનું નામ આહાન પાડ્યું છે. આ નામ વિરાટ અને અનુષ્કાના દીકરા અકાયથી ઘણું મળતું આવે છે.
રિતિકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ક્રિસમસ ડેકોરેશનની એક સુંદર તસવીર શેર કરી છે. તેમાં શર્મા પરિવારનું એક સુંદર કાર્ટૂન બતાવવામાં આવ્યું છે, જેમાં રોહિત શર્મા, રિતિકા સજદેહ અને તેના બે દીકરા જોવા મળે છે. આ કાર્ટૂનની ઉપર પરિવારનું નામ લખેલું હતું, તેમાં ઘરના નવા સભ્યનું નામ આહાન લખેલું હતું.
જે લોકો નથી જાણતા તેઓને જણાવી દઈએ કે, આહાન નામ સંસ્કૃતમાંથી આવ્યો છે, જે ભારતની સૌથી જૂની ભાષા છે. આનો અર્થ દિવસ કે સવાર એવો થાય છે અને તેનું સૂર્યોદય, સવારની મહિમા કે શુભ પ્રભાતના રૂપે પણ અર્થઘટન કરી શકાય છે. આ અનોખા સંસ્કૃત નામનો વધુ એક અર્થ છે, કોઈ પણ વસ્તુની શરૂઆત કે ઉદય. આહાન નામના વ્યક્તિ હંમેશા કરિશ્માઈ, આત્મવિશ્વાસી અને મિલનસાર હોય છે. કહેવામાં આવે છે કે, તેનામાં બીજાને પોતાના આકર્ષણથી મોહિત કરવાની ક્ષમતા હોય છે. આહાન નામના લોકો મિત્ર સ્વભાવના હોય છે અને બીજાને સહજ અનુભવ કરાવે છે.
રિતિકાએ પોતાની પ્રેગ્નેન્સી લાંબા સમય સુધી સિક્રેટ રાખી હતી. જ્યારે તેના દીકરાના જન્મના સમાચાર જાહેર થયા તો, આગલા દિવસે રોહિતે સત્તાવાર રીતે પોતાના દીકરાના જન્મની ઘોષણા કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેનું, રિતિકા અને સમાયરાનું કાર્ટૂન હતું, સૌથી સુંદર વાત એ હતી કે સમાયરાએ પોતાના હાથમાં એક નાના બાળકને પકડ્યું હતું.