સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું

Share this Article:

રવિ પાકના વાવેતર સમયે ખાતરની અછતની ઉઠી ફરિયાદ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે ડીએપી ખાતરની અછતનો સામનો ખેડૂતો કરી રહ્યાં છે. રવિ પાકની સીઝનમાં ખાસ કરીને ઘઉં ચણા ડુંગળી સહિતની જણસોનું વાવેતર કરતા હોય છે. આ વાવેતર માટે ડીએપી ખાતરનો ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખાતરના ડેપોમાં ડીએપી ખાતરની અછત હોવાનું ખેડૂતો કરી રહ્યા છે.

સરકાર દ્વારા ખેડૂતોને રવિ પાકની સિઝન માટે તાત્કાલિક ડીએપી ખાતર ખેડૂતોને આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. હાલ રવિ પાકની સીઝન હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની તાતી જરૂર પડી છે. ડીએપી ખાતરના ઉપયોગથી વાવેતરમાં વધારો થાય છે અને ફાલ પણ સારો આવે છે. ડીએપી ખાતરના વાકે ખેડૂતો રવિ પાકની સીઝનનું વાવેતર નથી કરી શક્તા તેવું કહી રહ્યાં છે. રવિ પાક માટે ખેડૂતો ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે ડીએપી ખાતરથી પાકમાં ઉતારો સારો આવે છે અને ફાલ પણ સારો આવે છે. ત્યારે હાલના સમયમાં ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ જરૂર છે. ખેડૂતો ખાતરના ડેપોમાં ડીએપી ખાતર લેવા જાય છે.

પરંતુ હજુ સુધી ડીએપી ખાતર ખેડૂતને મળી રહ્યું નથી આથી ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે કે તાત્કાલિક ડીએપી ખાતર ખેડૂતોને આપવામાં આવે તો તેઓ રવિ પાક લઈ શકે. આ વખતે ચોમાસામાં ભારે વરસાદે ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. સાથે જ વિવિધ પાકો ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સાથે ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી, તેમ એક બાજુ, આર્થિક રીતે તબાહ ખેડૂતો નાણાંભીડનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ, રવિપાકની વાવણી સમયે જેતપુરના સહકારી ખરીદ વેચાણ સંઘમાં DAP અને NPK ખાતરની અછત વર્તાઇ રહી છે. જેના કારણોસર ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે. જેતપુર ખરીદ વેચાણ  સંઘના મેનેજર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખાતરની આવક ધીમે ધીમે શરૂ થઈ રહી છે. સાથે ટુક સમયમાં જેમ જેમ ખાતરની જરૂરિયાત હશે, તેમ પાયાના ખાતર ધીમે ધીમે મળતા રહેશે. સાથે જ સપ્લાય ધીમે ધીમે શરૂ થઈ જશે તેવા અમારા તરફથી પણ પ્રયાસ શરૂ છે.

આણંદ જિલ્લાના સામરખા, ભાલેજ, રાસ બોરસદ. તેમજ તારાપુર અને ખંભાત પંથકના વિવિઘ ગામોમાં ખેડૂતોને ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઈ રહ્યુ જેથી ખેડૂતોમાં આક્રોષ જાેવાં મળી રહ્યો છે. ગ્રામ્ય અને તાલુકા મથકોમાં ખાતરના ડેપો ની બહાર ખાતર નથીના બોર્ડ લાગ્યા છે અને ખેડુતો ખાતર લેવા માટે ખાતરના ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે. પણ ખાતર નહી હોવાના કારણે ખેડૂતોને ધરમ ધક્કા પડી રહ્યા છે. એક તરફ ખેડુતો ખાતર નહીં મળતું હોવાની બૂમો પાડી રહ્યા છે.બીજી તરફ ખેતીવાડી અઘિકારીઓ ખાતરનો જથ્થો પૂરતો હોવાના દાવાઓ કરી રહ્યા છે.

આમતો ચોમાસા બાદ ગીર સોમનાથ જિલ્લામાં ખાતર ની ખેંચતાણ જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા એકાદ મહિનાથી કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં DAP ખાતર ની અછત સર્જાતા ખેડૂતો ઠેર ઠેર ભટકી રહ્યા હતા, અને આજે મહિના બાદ કોડીનાર ખાતર ડેપો માં DAP ખાતર ની ગાડી આવતા ખેડૂતો એ રીતસર ની પડાપડી કરી હતી, અને વહેલી સવારે ૫ વાગ્યાથી મહિલાઓ સહિત ખેડૂતો ની કતાર લાગી હતી. જોકે વહેલી સવારે આવવા છતાં અને છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા છતાં ખેડૂતો ને ખાતર ન મળતા ખેડૂતોમાં કકળાટ જોવા મળ્યો હતો.

ભાવનગરમાં ખાતર નથીઃહાલ શિયાળો જામી રહ્યો છે અને વાવણીની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે, ખેડૂતોએ વાવણી માટે ખેતરો ખેડી તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે, શિયાળામાં ખેડૂતો મોટાભાગે ઘઉં નું વાવેતર કરતા હોય છે, એ સિવાય જુવાર, ચણા, ધાણા, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ હાલમાં વાવણી માટેની તમામ તૈયારી કરી ચૂકેલા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, કરણ કે વાવણી માટે અતિ ઉપયોગી ડ્ઢછઁ ખેડૂતો ને નથી મળી રહ્યું, છેલ્લા બે માસથી વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા ડ્ઢછઁ હાલ ઉપલબ્ધ ના હોય વાવણી અટકી પડી છે.

ભારતીય કિસાન સંઘની મળી પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં અતિ વૃષ્ટિ રાહત પેકેજ અને ખાતરની અછત મુદ્દે કિસાન સંઘે રજૂઆત ચર્ચા કરી હતી. કિસાન સંઘના મહામંત્રી આરકે પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી અસર ગ્રસ્ત બાકીના ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવે. રાહત પેકેજના લાભથી બાકાત રહેલા ખેડૂતો ને સરકાર સહાય કરે તે અંગે રજુઆત કરવામાં આવી. રાજ્યમાં ખાતરની અછત હોવાની અનેક ફરિયાદો મળે છે. સરકારને ખાતરની અછતના નિવારણ માટે રજુઆત કરાય છે. સરકારે હૈયા ધારણા આપી છે કે થોડા દિવસમાં ખાતરની અછતનો પ્રશ્ન દૂર કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.