લાખો રૂપિયાનાં સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં બે સ્થળો પર સોના-ચાંદીના ઘરેણાની લૂંટ થવાની ઘટના સામે આવી છે. લીંબડી અને પાલનપુરમાં સોના-ચાંદીની રોકડ ભરેલી બેગ ગઠિયો લઈ ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
પાલનપુરમાં મહેસાણાનો એક પરિવાર ભાણેજના લગ્નમાં આવ્યો હતો ત્યારે ગઠામણ પાટિયા નજીક આવેલા પાર્ટી પ્લોટમાંથી સોના-ચાંદીના દાગીના ગઠિયો લઈ ફરાર થઈ જતા પરિવારે ફરિયાદ નોંધાવી છે. પરિવારની મહિલા હલ્દી રસમમાં જતા ૨૧ તોલા સોનાના અને ૧ કિલો ચાંદીના દાગીના ગઠિયો લઈ નાસી છૂટ્યો હતો. એટલું જ નહીં દાગીના સહિત રોકડ ભરેલી બેગ પણ લઇ ગયો હતો. સમગ્ર મામલે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે. ચોરોએ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ૧.૪૮ લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. જેમાં લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. લીંબડીમાં રહેતા મોટાવાસ વિસ્તારમાં પ્રદિપભાઇ પંડ્યા પરિવાર સાથે મામેરું ભરવા ગયાં હતા ને સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમ રૂપિયા ૧.૪૮ લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હોવાનું ધ્યાનમાં આવતા લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. લીંબડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.