Last Updated on by Sampurna Samachar
ફુલપાડામાં ઝરીના કારખાનામાં થયો બ્લાસ્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. ઝરીના કારખાનામાં કામ કરતા ૭ કારીગરો દાઝ્યા હોવાનું સામે આવ્યુ છે.
જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે કારીગરો રસોઈ બનાવવા માટે ગેસ ચાલુ કરતા જ રુમમાં બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હોવાના કારણે આ સમગ્ર ઘટના બની હતી. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત તમામ કારીગરોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. દાઝેલા તમામ કારીગરો ૧૮ થી ૨૭ વર્ષની ઉમરના હોવાનું સામે આવી છે. કતારગામ પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.