સોનોગ્રાફી મશીન તેમજ ફેકો મશીન માટે ફાળવાઈ ગ્રાન્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા તેમનાં સાંસદનિધિમાંથી સિવિલ હોસ્પિટલ સોલા, અમદાવાદ ખાતે રૂ. ૩૦ લાખની ગ્રાન્ટ ફેકો મશીન અને રૂ. ૨૦ લાખની ગ્રાન્ટ સોનોગ્રાફી મશીન માટે ફાળવવામાં આવી હતી. કુલ રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી હતી.
સાંસદ નિધિમાંથી ફાળવાયેલા ફેકો મશીન અને સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. દીપિકા સિંગલ તેમજ ડો. નેહલ નાયક, ડો. ભાવેશ જેસલપરા, ડો. ફાલ્ગુની શાહ, ડો. કિરણ ગોસ્વામી તેમજ સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.