અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર વધારો
સેન્સેક્સ ૨૩૦.૦૨ પોઇન્ટના વધારા સાથે ૮૦,૨૩૪.૦૮ પર બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૨૩૦.૦૨ પોઇન્ટના વધારા સાથે ૮૦,૨૩૪.૦૮ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ૮૦.૪૧ પોઈન્ટ વધીને ૨૪,૨૭૪.૯૦ પર બંધ રહ્યો હતો.
અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર વધારો અને તાજા વિદેશી ભંડોળના પ્રવાહને કારણે બુધવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો. મ્જીઈ સેન્સેક્સ ૨૩૦.૦૨ પોઈન્ટ એટલે ૦.૨૯ ટકાના વધારા સાથે ૮૦,૨૩૪.૦૮ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ૫૦૭.૦૯ પોઈન્ટ એટલે ૦.૬૩ ટકા વધીને ૮૦,૫૧૧.૧૫ પર પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી ૮૦.૪૦ પોઈન્ટ એટલે ૦.૩૩ ટકા વધીને ૨૪,૨૭૪.૯૦ પર પહોંચ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાં અદાણી પોર્ટ્સ ૬ ટકા વધ્યો હતો. એનટીપીસી, એચડીએફસી બેન્ક, બજાજ ફાઇનાન્સ, મારુતિ અને એક્સિસ બેન્ક પણ લાભમાં રહ્યા હતા. તેનાથી વિપરીત ટાઈટન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એચસીએલ ટેક, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પટકાતા શેરોમાં સામેલ હતા.
અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જી સહિતની અદાણી જૂથની કંપનીઓના શેરમાં વધારો થયો હતો. ગૌતમ અદાણી અને તેના સહયોગીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો નથી, તેમજ સિક્યોરિટીઝ અને વાયર ફ્રોડ સહિતના અન્ય ત્રણ આરોપો છે, જે તેઓ દંડપાત્ર છે તે સ્પષ્ટ કર્યા પછી અદાણી ગ્રૂપના શેરમાં વધારો થયો છે. જૂથની કેટલીક કંપનીઓ તેમની અપર સર્કિટ મર્યાદા સુધી પહોંચી ગઈ છે.