શિયાળુ સત્રમાં વડાપ્રધાન મોદીના રાહુલ ગાંધી પર કટાક્ષ !!

Share this Article:

‘ જેમને જનતા ૮૦-૯૦ વાર નકારી ચૂકી છે તેઓ સંસદનું કામ રોકે છે’

મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનની હાર બાદ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

(સંપૂર્ણ સમાચાર સેવા)

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. જે ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. તે પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરથી દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ  કહ્યું કે જેમને જનતા ૮૦-૯૦ વાર નકારી ચૂકી છે તેઓ સંસદનું કામ રોકે છે. કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાની કોશિશ કરી છે.

PM મોદીએ  કહ્યું કે, “શિયાળુ સત્ર છે અને માહોલ પણ ઠંડો જ રહેશે. ૨૦૨૪નો આ અંતિમ કાલખંડ ચાલે છે. દેશ પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે ૨૦૨૫ના સ્વાગતની તૈયારીમાં લાગ્યો છે. સંસદનું આ સત્ર અનેક રીતે વિશેષ છે. સૌથી મોટી વાત એ છેકે આપણા બંધારણની યાત્રાનું ૭૫માં વર્ષમાં પ્રવેશ થવો. આ પોતાનામાં લોકતંત્ર મટે એક ખુબ જ  ઉજ્જવળ અવસર છે.” એવું કહેવાય છે કે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનની હાર બાદ આ નિશાન રાહુલ ગાંધી પર સાધ્યું છે.

સંસદની ચર્ચા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે,  બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું નિર્માણ કરતી વખતે એક એક પોઈન્ટ પર વિસ્તારથી ચર્ચા ક રી. ત્યારે જઈને આપણને તે મળ્યું. સંસદ તેની મહત્વપૂર્ણ શાખા છે. સંસદમાં સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. વધુમાં વધુ લોકોએ ચર્ચામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.  નવા સાંસદોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કમનસીબે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. જેમને જનતાએ નકાર્યા છે, તેવા મુઠ્ઠીભર લોકો પણ હંગામો મચાવીને સંસદને કંટ્રોલ કરવાના સતત પ્રયત્નો કરે છે. પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે દેશની જનતા સજા પણ આપે છે. દુખની વાત એ છે કે જે નવા સાંસદ છે, પછી તે ભલે ગમે તે પાર્ટીના હોય પરંતુ તેમને બોલવાની તક મળતી નથી.

અત્રે જણાવવાનું કે આજથી શરૂ થયેલા શિયાળુ સત્ર દરમિયાન ૫ નવા બિલ રજૂ થશે. જ્યારે વક્ફ (સંશોધન) સહિત ૧૧ અન્ય બિલોને ચર્ચા માટે સૂચિબદ્ધ કરાયા છે. એટલે કે કુલ ૧૬ બિલ હશે જેમને સરકાર આ સત્રમાં પાસ કરાવવાની તૈયારી કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓના જે પ્રકારના તેવર જાેવા મળી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે શિયાળુ સત્ર હંગામેદાર રહી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.