વાવાઝોડાની તબાહીમાં ચેન્નઇ જળમગ્ન !!

Share this Article:

ચક્રવાતને કારણે ચેન્નાઈ એરપોર્ટ ૧૬ કલાક સુધી બંધ રહ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

ચક્રવાત ફેંગલે પુડુચેરી નજીક લેન્ડફોલ કર્યું હતું. તેની સાથે ભારે વરસાદ અને જોરદાર પવન આવ્યો. મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યાં ત્રણ લોકોના મોત થયા છે. ચક્રવાતને કારણે ચેન્નાઈ એરપોર્ટ ૧૬ કલાક સુધી બંધ રહ્યું હતું. વાત કરીએ તો ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓ અને પુડુચેરીમાં સતત વરસાદ ખાબક્યો હતો.. જેના કારણે બસ, ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ સહિત જાહેર પરિવહનને અસર થઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારા પર સ્થિર રહ્યું હતું. તે નબળું પડીને ડીપ ડિપ્રેસનમાં ફેરવાની ધારણા છે.

IMD એ જણાવ્યું કે, ચક્રવાત ફેંગલ છેલ્લા એક કલાક દરમિયાન લગભગ સ્થિર છે. આગામી ત્રણ કલાક દરમિયાન તે ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ફેંગલ ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે. ચેન્નાઈ અને કરાઈકલમાં ડોપ્લર વેધર રડાર દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. ચેન્નાઈમાં ૧૧.૪ સેમી, પુડુચેરીમાં ૩૯ સેમી અને કુડ્ડલોરમાં ૮.૩ સેમી વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના બે રનવે અને એક ટેક્સી વે ડૂબી ગયો હતો. શનિવારે ચેન્નાઈ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.૫૫ ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે અને ૧૯ને ડાયવર્ટ કરવામાં આવી છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ છે.

ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલો અને ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. શહેરમાં વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને લગભગ ૨.૩૨ લાખ લોકોને ભોજનનું વિતરણ કર્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ ૨૦૦ લોકોને ૮ રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.

તમિલનાડુના પ્રધાન કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે, ચક્રવાત પછી કોઈ મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. વધુ માહિતી રવિવાર સુધીમાં મળી જશે.મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. એમકે સ્ટાલિને જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર અને ઉત્તરી જિલ્લાના ઉચ્ચ નાગરિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેણે ચેંગલપેટ જિલ્લામાં રાહત શિબિરમાં રહેતા લોકો સાથે વાત કરી.

ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે, ૬ સબવે પૂરથી ભરાઈ ગયા છે. તેને દૂર કરવામાં આવી રહી છે. ૩૩૪ સ્થળોએ યુદ્ધના ધોરણે પાણીનો ભરાવો દૂર કરવા માટે ૧,૭૦૦ મોટર પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચેન્નાઈમાં સતત વરસાદ હોવા છતાં દૂધ પુરવઠા અને સફાઈ કામદારોની સેવાઓ ચાલુ છે. ભારે પવનને કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ૧૮ ડિઝાસ્ટર રિલીફ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી. પુડુચેરીમાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. એડમિનિસ્ટ્રેશને ૧૨ લાખ લોકોને SMS  મોકલીને ફેંગલ વિશે સતર્ક રહેવા કહ્યું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.