૪૦ હજારની લાંચ લેતા રંગે ગાથ ઝડપાયો અધિકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ કેસની વિગત મુજબ ફરીયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હતા. જે પેઢીનો સને ૨૦૨૦-૨૧ ના વર્ષનો સેન્ટ્રલ GST તથા સ્ટેટ GST ટેક્ષ તેમણે ભરેલો હતો.. તેમ છતા CGST અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના CGST તથા SGST ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળી હતી.
આથી ફરીયાદી CGST કચેરી, વાપી ખાતે જઇ CGST ઈન્સ્પેક્ટર યશવંત આર.ગેહલોતને મળ્યા હતા. ગેહલોતે ફરીયાદીની પેઢીને ટેક્ષ બાબતે આપેલ નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂા.૪૦,૦૦૦/- ની માંગણી કરતા જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
જેને આધારે ACB ના અધિકારીઓે વાપીની સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપી યશવંત ગેહલોત ફરીયાદી પાસેથી રૂા.૪૦,૦૦૦/- ની લાંચ સ્વીકારી પકડાઇ ગયો હતો.