નરાધમે યુવતીની હત્યા કરી મૃતદેહ સાથે આચર્યું દુષ્કર્મ
પોલીસે મહામહેનતે આરોપીને ૧૧મા દિવસે ઝડપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિરિયલ કિલરે પહેલા યુવતીની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેણે લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી કોલેજ કરતી વિદ્યાર્થિનીનું ૧૪ નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહામહેનતે આરોપીને ૧૧મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસને આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતાં ૪ કલાક લાગ્યા હતા. જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવીએ જણાવ્યું હતું.
મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઇ ગયો હતો. બાદમાં મોકો મળતાં અંદાજે ૧૦ ફૂટ ઉંચી દીવાલ કુદી ભાગી છૂટ્યો હતો. જોકે, આ હળભળાહટમાં આરોપી તેનો સામાન છોડીને ગયો હતો.
DYSP સહિત પોલીસ કાફલા જોડે આરોપી રાહુલને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રી-કન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું. આ રી-કન્સ્ટ્રકશન ઉદવાડા રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ખનકીની પાળી પર બેસીને બીડી પિતો હતો, આ દરમિયાન રેલવે કિમિ નં. ૨૧૭ના પોલ નં ૧૩ પાસેથી લગભગ ત્રણ વાગ્યાના સુમારે વિદ્યાર્થિનીને એકલી ચાલતા જોઈ હતી. જેના ઉપર આરોપીની નજર બગડી હતી. જેને લઈને રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં બેસેલા આરોપીએ રસ્તામાં આવેલું પાણીનું ખાબોચિયું પથ્થરના સહારે ક્રોસ કર્યું હતું. ત્યાર બાદ આંબાવાડી પાસે યુવતી આવતા અચાનક યુવતી પાસે પહોંચી યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ યુવતી લાશને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં તેની સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યુ હતું.