પ્લેઈંગ ઈલેવનમાં ક્યાં ખેલાડીઓનો સમાવેશ કરવો તે સવાલ
પહેલી ટેસ્ટમાં અશ્વિનને મોકો આપી શકે છે ટીમ ઈન્ડિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં ક્યાં ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે? રોહિત શર્માની ગેરહાજરીમાં પર્થ ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરનાર જસપ્રીત બુમરાહ માટે આ એક મોટો પ્રશ્ન હશે.
સૌથી વિકટ સવાલ એ છે કે ક્યા એક સ્પીનર સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતારવા માંગશે. હાલમાં ટીમ પાસે ત્રણ વિકલ્પ છે. જેમાંથી એક આર અશ્વિન, બીજો રવીન્દ્ર જાડેજા અને ત્રીજો વોશિંગ્ટન સુંદર છે. જોકે આર અશ્વિનને પહેલી ટેસ્ટ મેચમાં તક મળી શકે છે. આવું કેમ થઈ શકે? આ પાછળનું કારણ પણ જાણો.
હકીકતમાં જાડેજા અને વોશિંગ્ટન બોલિંગની સાથે બેટિંગનો પણ વિકલ્પ ટીમને આપે છે. પરંતુ આર અશ્વિન ઓસ્ટ્રેલિયાની ઝડપી પિચો પર સારી સ્પિન બોલિંગ કરી શકે છે. તેની પાસે ઘણો અનુભવ છે અને થોડી બેટિંગ પણ કરે છે. આ સિવાય તેને તક મળવાનું મુખ્ય કારણ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં ત્રણ ડાબોડી બેટરો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ઓપનર ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરી ડાબોડી બેટરો છે. જે ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સ્થિતિમાં અશ્વિનનો ટીમમાં સમાવેશ કરી શકાય છે.
અશ્વિનનો રેકોર્ડ સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન સામે ઘણો સારો છે. આ સિવાય તે યુવા બેટર નાથન મેકસ્વીનીને પણ પરેશાન કરી શકે છે. આ કારણે વોશિંગ્ટન અને જાડેજા પહેલા અશ્વિનને તક મળી શકે છે.
જો ઝડપી બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ સાથે જાેવા મળશે. ત્રીજાે ઝડપી બોલર આકાશ દીપ અથવા પ્રસિદ્ધ કૃષ્ણા હોઈ શકે છે. નીતિશ રેડ્ડીને ચોથા ઝડપી બોલર તરીકે તક આપવામાં આવી શકે છે. જે પેસ બોલિંગની સાથે બેટિંગમાં પણ તાકાત આપશે.