રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી

Share this Article:

હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે, ત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ થાય છે. બીજી તરફ, રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ઠંડી-વાતાવરણને લઈને આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં રાત્રીનું તાપમાન ૧૫.૪ ડિગ્રી પહોંચ્યું હતું.

આ વચ્ચે આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં ૨૯મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં ૧૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગ મુજબ, આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે.

આગાહી પ્રમાણે ૨૦મી ડિસેમ્બર બાદ પારો ૧૧ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. જ્યારે નલિયામાં ૧૩, વડોદરામાં ૧૩.૨, ડીસામાં ૧૩.૫, રાજકોટમાં ૧૫, ગાંધીનગરમાં ૧૫.૩, પોરબંદરમાં ૧૫.૮, ભુજમાં ૧૬.૩, ભાવનગરમાં ૧૭.૫, સુરતમાં ૧૯ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.