મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત

Share this Article:

ઊંઝા-મહેસાણા હાઇવે પર સર્જાયો હતો અકસ્માત

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ઊંઝા-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત થયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા-મહેસાણા હાઇવે પર મોટીદાઉમાં ૨ પોલીસકર્મીને અકસ્માત નડ્યો હતો.ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મહેસાણા પરત ફરતા સમયે પોલીસકર્મીઓને અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર પોલીસકર્મીઓને ટક્કર મારી હતી.વિપુલ ચૌધરી, મનીષા મકવાણા નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી મહિલા પોલીસકર્મીને હેમરેજ થતાં સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે સારવાર દરમિયાન મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતુ.

બીજી તરફ જામનગર-રાજકોટ હાઇવે પર પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ પરિવારના ૩ લોકોનો મોત થયા છે. જાયવા ગામ નજીક મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતી અને પુત્રીનું ઘટનાસ્થળે મોત થયુ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.