BZ ગ્રુપ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ
શિક્ષક એજન્ટના ખુલાસા થતાં એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે આખરે BZ ગ્રુપ સામે બે ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજના પલ્લાચર ગામના રોકાણકાર સુરેશ વણકરે ફરિયાદ કરી છે. નિકેશ પટેલ નામના એજન્ટે વિદેશની ટ્રિપ અને આકર્ષક ઓફર આપીને રોકાણ કરાવ્યું હતું. નિકેશ પટેલ હાલ ગાયબ હોવાથી રોકાણકારોની ચિંતા વધી છે. સાથે જ સાબરકાંઠામાં પણ એક રોકાણકારે ફરિયાદ નોંધાવી છે. જેની CID ક્રાઈમ તપાસમાં લાગી છે. તો આ તરફ કૌભાંડની તપાસ વચ્ચે માલપુર તાલુકાના કલ્પેશ ખાંટ નામના શિક્ષકના ફોટોસ વાયરલ થયા છે. જેમાં તે BZ ગ્રુપ પાસેથી મળેલી ગિફ્ટ સાથે જોવા મળી રહ્યો છે. કલ્પેશ ખાંટ બીઝેડના એજન્ટ તરીકે કામ કરતો હોવાનો આરોપ છે. તો આ તરફ અરવલ્લીના માલપુરીમાં CID BZ કાંડના કનેક્શન શોધવા માટે સઘન તપાસ કરી રહી છે.
લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં…આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ..કહેવતનો મતબલ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ…છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી… કરોડોના કૌભાંડમાં સૌથી વધુ ચિંતામાં હોય તો તે કેટલાક સરકારી શિક્ષકો છે…કારણ કે આ સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા…અને અન્ય શિક્ષકોને રોકાણ કરાવતાં હતા…એવા અનેક શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે જેમણે લાખો રૂપિયાનું રોકાણ ભૂપેન્દ્ર ઝાલાની લોભામણી સ્કીમોમાં કર્યું હતું.
હવે જ્યારે શિક્ષક એજન્ટના ખુલાસા થતાં આ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતાં હતા તેમાંથી મોટા ભાગના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે…પરંતુ ઝાલાના એક એજન્ટ પોપટ માસ્ટરનું નામ ખુલ્લીને સામે આવ્યું રહ્યું છે.પોપટ માસ્ટર નામનો આ શિક્ષકે બીજા અનેક શિક્ષકોને ફર્જી સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું…પરંતુ હવે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આ પોપટ માસ્ટર ભૂર્ગભમાં ઉતરી ગયો છે. તો તપાસનો રેલો પોતાના સુધી પહોંચવાના ડરે અન્ય પણ અનેક એજન્ટ હાલ જોવા નથી મળી રહ્યા.