મુસ્લિમ સમુદાયના મતાધિકાર અંગે ટીપ્પણી કરતા FIR દાખલ
મુસ્લિમ પણ દેશના નાગરિક છે તેમ સ્પષ્ટ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુસ્લિમોને મતાધિકારથી વંચિત કરવા સંબંધિત ટિપ્પણીને લઈને વિશ્વ વોક્કાલિગા મહાસમસ્તન મઠના મહંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. મહંતે આ નિવેદન કર્ણાટક વક્ફ બોર્ડની નોટિસ વિરૂદ્ધ ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત એક સભામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદના આધાર પર અહીં ઉપ્પરપેટ પોલીસ સ્ટેશનમાં મહંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. અને તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્વામીજીએ ખેડૂતો અને તેમની જમીનની રક્ષા માટે તમામને એકજૂટ થવાનો આગ્રહ કરતા કથિત રીતે કહ્યું હતું કે, ‘એવો કાયદો લાવવો જોઈએ જેમાં મુસ્લિમોને મતદાનનો અધિકાર ન હોય.’ તેમણે કથિત રીતે કહ્યું હતું કે, ‘એ નક્કી કરવું જોઈએ કે, કોઈ વક્ફ બોર્ડ ન હોય. કોઈ બીજાની જમીન છીનવવી ધર્મ નથી. ખેડૂતોની સાથે થઈ રહેલા અન્યાય વિરૂદ્ધ તમામે લડવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે, વક્ફ બોર્ડ કોઈની પણ જમીન પર દાવો કરી શકે છે.
આ ખુબ મોટો અન્યાય છે. એટલા માટે એ નક્કી કરવું જોઈએ કે ખેડૂતોની જમીન તેમની પાસે જ રહે.’ સ્વામીજીએ પોતાના નિવેદન પર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ‘તેમની જીભ લપસી ગઈ હતી. મુસ્લિમો પણ દેશના નાગરિક છે અને તેમને પણ અન્ય લોકોની જેમ મતાધિકાર મળેલ છે.’