ધારાસભ્યો અને સંસદના સાંસદ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશ સરકારે આજે મંગળવારે એક મોટો ર્નિણય લેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને ટેક્સ ફ્રી કરી દીધી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે AUAP દ્વારા આયોજિત સેમિનારમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમામ ધારાસભ્યો અને સંસદના સાંસદ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા જશે.
ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ધીરજ સરના દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં વિક્રાંત મેસી દ્વારા અભિનિત છે, તેને પોતાના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. ૨૦૦૨માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની દુઃખદ ઘટના પર આધારિત આ ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ છે.
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી અને તેમણે ઈતિહાસનું એક અંધકારમય પ્રકરણ સમજવાનું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે. રાજનીતિ તેની જગ્યા એ છે, પરંતુ મતોની રાજનીતિ માટે આટલી ગંદી રમત રમવી અત્યંત શરમજનક હતી અને આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખીને ગુજરાત અને દેશનું સન્માન બચાવ્યું