એક મીડિયા કંપનીએ બાદશાહ વિરુદ્ધ FIR દાખલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેપર-સિંગર બાદશાહ હંમેશા પોતાના નવા ગીતોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેના ગીતોની સાથે બાદશાહ તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહેવા લાગ્યો છે. તેની વચ્ચે રેપરનું નામ કાયદાકીય મુશ્કેલીમાં અટવાયું હોય તેવું સામે આવ્યું છે. જેમાં મળતી માહિતી પ્રમાણે એક મીડિયા કંપનીએ બાદશાહ વિરુદ્ધ FIR દાખલ કરી છે.
જેમાં કંપનીએ દાવો કર્યો છે કે બાદશાહના ગીત ‘બવાલ’ને બનાવવાથી લઈને તેના પ્રમોશન સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આ ગીત માટે બાદશાહની બાકી રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. આવી સ્થિતિમાં મીડિયા કંપનીએ ગાયક-રેપર વિરુદ્ધ કરનાલ જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
ફરિયાદીનું કહેવું છે કે તેણે બાદશાહને ઘણી વખત આ વિશે યાદ પણ અપાવ્યું હતું. અંતે તેણે આ પગલું ભર્યું છે. આ સિવાય ફરિયાદીનું એમ પણ કહેવું છે કે બાદશાહે તેને ખોટા વાયદા કર્યા અને પેમેન્ટ મોકૂફ રાખ્યું હતું. કંપનીના કહેવા પ્રમાણે તેણે કોન્ટ્રાક્ટ પૂરો કર્યો છે.
આ કરારમાં ગીતનું ઉત્પાદન, માર્કેટિંગ અને પ્રમોશન સામેલ હતું. કંપનીએ આ તમામ બાબતો સમયસર પૂર્ણ કરી છે. તમામ સેવાઓ પૂરી થયા બાદ પણ બાદશાહ અને તેની ટીમે તેને તેની બાકી રકમ આપી નથી. બવાલ ગીત બાદશાહ અને અમિત ઉચાનાનું છે. આ ગીતને યુટ્યુબ પર ૧૫ કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.
આ પહેલીવાર નથી જ્યારે રેપર બાદશાહનું નામ વિવાદોમાં ઘેરાયેલું હોય. અગાઉ, તે સટ્ટાબાજીની કંપનીની એપ ‘ફેરપ્લે’ના પ્રચાર માટે મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલ સમક્ષ હાજર થયો હતો.જો કે બાદશાહની સાથે ૪૦ વધુ લોકો પર તેને પ્રમોટ કરવાનો આરોપ હતો.