મહારાષ્ટ્રના ગોંદિયામાં બસ પલટી જતા 10 થી વધુ લોકોના મોત
અકસ્માત સમયે બસમાં ૩૫થી વધુ મુસાફરો હતા સવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૨ નવ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની શિવશાહી બસ બાઇકચાલકને બચાવવાના પ્રયાસમાં પલટી ગઈ હતી. આ અકસ્માત બસ નાગપુરથી ગોંદિયા જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર બસ રસ્તાના વળાંક પર પહોંચી કે અચાનક એક બાઇક આવી. બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે તરત જ બસને ફેરવી દીધી, જેના કારણે સ્પીડમાં આવતી બસ પલટી ગઈ. અકસ્માત સમયે બસમાં ૩૫થી વધુ મુસાફરો સવાર હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કેટલાક મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત થતાં જ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યાં જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી . ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ક્રેનની મદદથી પલટી ગયેલી બસને બહાર નીકળવામાં આવી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આ મામલે તપાસ શરૂ કરી છે.