પ્રખ્યાત સિંગર એઆર રહેમાનની પત્નીએ છૂટાછેડા અંગે મૌન તોડ્યું

Share this Article:

રહેમાન દુનિયાના બેસ્ટ વ્યક્તિ છે, પ્લીઝ કોઈ અફવા ન ફેલાવો

છૂટાછેડા અંગે અફવા ફેલાવતી સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ સામે કાયદેસરની કાર્યવાહી થઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનો લગ્નના ૨૯ વર્ષ પછી અલગ થઈ ગયા છે. ૧૯ નવેમ્બરે બંનેએ છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. રહેમાન બાદ તેની બેન્ડ ટીમના સભ્ય મોહિની ડેએ પણ તેના પતિથી છૂટાછેડાની જાહેરાત કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમના લિંકઅપની વાતો સામે આવી હતી, પરંતુ હવે રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનોએ પહેલીવાર અલગ થવા પર મૌન તોડ્યું છે અને છૂટાછેડાનું સાચું કારણ જાહેર કર્યું છે.

રહેમાને તેના છૂટાછેડા અંગેના ખોટા સમાચાર ફેલાવતી સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેને ૨૪ કલાકની અંદર તેને હટાવવાનું કહ્યું છે. હવે આવી સ્થિતિમાં રહેમાનની પૂર્વ પત્ની પણ તેના સમર્થનમાં સામે આવી છે અને લોકોને પાયાવિહોણા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી છે. દંપતીના વકીલ વંદના શાહે મીડિયામાં સાયરા બાનોની એક વોઈસ નોટ શેર કરી છે, જેમાં તે છૂટાછેડા વિશે જણાવી રહી છે.

સાયરાએ વૉઇસ નોટમાં કહ્યું છે કે, બધાને નમસ્કાર. હું સાયરા રહેમાનપ હું હાલમાં મુંબઈમાં છું અને છેલ્લા કેટલાક મહિનાઓથી અસ્વસ્થ છું. તેથી જ હું એઆરથી બ્રેક લેવા ઈચ્છતી હતી. હું એક હું તમામ યૂટ્યુબર્સ, તમિલ મીડિયાને વિનંતી કરું છું કે મહેરબાની કરીને રહેમાન વિરુદ્ધ કંઈ જ ખરૂં ખોટું ન કહો. તેઓ દુનિયાના સૌથી સારા વ્યક્તિ છે. તેઓ જેમ ઓફ અ પર્સન છે. હું મારી હેલ્થ સમસ્યાઓને લઈને ચેન્નઈમાં હતી, પરંતુ હવે મુંબઈ આવી ગઈ છું અને અહીં મારો ઈલાજ કરાવી રહી છું.

ચેન્નાઈમાં એઆરના વ્યસ્ત શેડ્યૂલને કારણે ટ્રીટમેન્ટ કરાવી શક્ય ન હતી અને હું કોઈને પરેશાન કરવા માંગતી નથી. ન તો મારા બાળકો અને ન તો તેમને, પરંતુ તેઓ એક અદભૂત વ્યક્તિ છે. હું માત્ર એટલી જ વિનંતી કરીશ કે તેઓ જેવા છે તેવા જ તેમને રહેવા દો.

હું મારા જીવનમાં ફક્ત તેમના પર જ વિશ્વાસ કરું છું.” લિંકઅપના સમાચાર પર સાયરાએ કહ્યું કે, તેઓ અન્ય કોઈ સાથે જોડાયેલા નથી. હું તેમને પ્રેમ કરું છું અને તેઓ પણ મને સમાન રીતે પ્રેમ કરે છે. તેથી હું તમને બધાને વિનંતી કરું છું કે આ મુદ્દા પર વાત ન કરો અને ખોટી અફવાઓ ન ફેલાવો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.