હુમલામાં સેનાના ૧૭ જવાનોના મોત
હુમલાખોરે સુરક્ષા ચોકી પર વિસ્ફોટકથી લાદેલા વાહનને ઉડાવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકથી ભરેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં લગભગ ૧૭ સુરક્ષાકર્મીઓનાં મોત થઈ ગયા છે, જ્યારે કેટલાય ઘાયલ થઈ ગયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો છે. પાકિસ્તાની તાલિબાનથી અલગ થયેલા જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. જાેકે, સરકારે આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી, પણ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે કે હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં એક આત્મઘાતી હુમલાખોરે સુરક્ષા ચોકી પર વિસ્ફોટકથી લદેલા વાહનને ઉડાવી દીધા છે. જેમાં કમસેકમ ૧૭ સુરક્ષાકર્મીઓનાં મોત થઈ ગયા અને કેટલાય અન્ય ઘાયલ થઈ ગયા છે. ચાર ગુપ્ત અને સુરક્ષા અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે. વિસ્ફોટ બાદ ફાયરિંગના પણ સમાચાર છે, જેનાથી ઘાયલોની સંખ્યા વધી ગઈ.
આ હુમલો, જે હાલના મહિનામાં સૌથી ઘાતક હુમલામાંથી એક છે. મંગળવાર સાંજે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બનૂ જિલ્લામાં થયો. પાકિસ્તાની તાલિબાનના એક વિભાજન જૂથ, જેને હાફિઝ ગુલ બહાદુર જૂથના નામથી ઓળખવામાં આવે છે, તેણે હુમલાની જવાબદારી લીધી છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી. પણ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા દળ હુમલાને અંજામ આપનારા વિરુદ્ધ એક ઓપરેશન ચલાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં નવેમ્બર ૨૦૨૨થી હિંસા સતત વધી રહી છે. જ્યારે પાકિસ્તાની તાલિબાને ઈસ્લામાબાદ સરકાર સાથે મહિનાઓ સુધી ચાલેલા સંઘર્ષવિરામને સમાપ્ત કરી દીધું હતું. પાકિસ્તાની તાલિબાન, જેને તહરીકે તાલિબાન પાકિસ્તાનના નામથી ઓળખવામાં આવે છે. એક અલગ જૂથ છે, પણ તે અફઘાનિસ્તાન તાલિબાનના સહયોગી છે, જેણે ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો ટીટીપી માટે ઉત્સાહવર્ધક સાબિત થયો, જેના મુખ્ય નેતા અને જવાનો અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે.