પતિને ઢોર માર મારતા પરણીતાએ તેના પ્રેમી સામે નોધાવી ફરિયાદ

Share this Article:

પરિણીતા ઘણા સમયથી સંતાનો સાથે પિયરમાં પતિથી રહેતી હતી અલગ

(સંપૂર્ણ સમાચાર સેવા)

પરણિતાના પ્રેમીએ પતિનું અપહરણ કરી બેઝબોલ સ્ટિક મારી હાથ-પગ તોડી નાખ્યા હોવાનો કિસ્સો બન્યો છે. પરણિતાએ પ્રેમી સહિત ચાર શખ્સો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધાવી છે.

નોધાવેલી ફરિયાદ અનુસાર સરદારનગરમાં ૩૧ વર્ષીય મહિલા પતિ અને બાળકો સાથે રહેતી હતી. પતિ દારૂની લતવાળો હોઇ પરણિતા સંતાનોને લઈને પિયરમાં રહેવા જતી રહી હતી. ઘણા સમયથી દંપતી સાથે રહેતા ન હતા. જોકે, તહેવારોમાં પતિ તેની પત્ની અને સંતાનોને મળવા સાસરીમાં આવતો હતો. જેમાં ગત દેવદિવાળીની રાત્રે પતિ બાળકો માટે ફટાકડા લઈને સાસરીમાં ગયો હતો. ત્યાં મોડી રાત સુધી સૌએ ભેગા મળી ફટાકડા ફોડ્યા હતા.

બીજી તરફ, પરણિતાને પાડોશી યુવક સાથે પ્રેમસંબંધ હતો. દેવદિવાળીની રાત્રે પતિ આવ્યો તે બાબતથી પ્રેમી નારાજ હતો. આ મામલે પ્રેમીએ મિત્રો સાથે મળીને મહિલાના પતિનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. કરાઈ કેનાલના તટમાં લઇ જઇ બેઝબોલ સ્ટિક વડે માર મારી હાથ-પગ તોડી નાખ્યા હતા. બાદમાં પ્રેમીએ પ્રેમિકાને ફોન કર્યો હતો કે, તારા પતિનું અપહરણ કર્યું છે અને તેને માર મારી રહ્યો છે. પરણિતાએ સાસુ અને સસરા સહિત પરિવારના સભ્યોને આ અંગેની જાણ કરી હતી. જોકે, ૧૫ નવેમ્બરની આખી રાત પતિ ઘરે આવ્યો ન હતો. બીજા દિવસે સવારે યુવકને તેના ઘરની બહાર ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે પરણિતાએ તેના પ્રેમી સહિત ચાર લોકો સામે સરદારનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.